Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં લાકડાના પાસ માટે લાંચનો ખેલ કોઈ નવો સવો નથી?  સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પર વર્ષોથી ચાલતું ‘હપ્તા રાજ’ે

27 August



ભૂતકાળમાં પણ અવારનવાર વનરક્ષકો લાંચ લેતા ઝડપાયા હોવા છતાં ખંડણીખોરી યથાવત; વેપારીઓ અને વાહનચાલકોમાં ભારે રોષ

ગાંધીધામમાં ટીપી કાઢનારની નિમણુંક માટે લાખોનો ભાવ બોાય છે અને ત્યા જે નિમણુંક મેળવે છે તે મોટી ભલામણવાળા જ હોય છે, અથવા તો ઉપરથી નીચે સુધી ભાગબટાઈ આપવી જ પડતી હોય છે..! માત્ર વનરક્ષક જ આ ટીપી કૌભાંડના લાંચના લુણામાં સંડોવાયેલ નહી હોય.? તપાસ થશે તો આમા ભાગબટાઈનું મોટુ નેટવર્ક ખુલશે


ટીપીના ભ્ર્‌ષ્ટાચા મુદ્દે ગાંધીધામમાં અગાઉ લોહીયાળ ઝઘડા પણ થઈ ચુકયા છે : જાગૃત અરજદારે કરેલી ફરીયાદોનું મનદુખ રાખી ભ્રષ્ટ વનવિભાગના અધિકારીઓએ તેમના ઘર પર હુમલો કરવાની પણ બની ચૂકી છે ગંભીર ઘટના, વિચાર કરો આ ટીપીના સહી સિક્કામાં કેટલી બેનામી આવક હશે..? ગાંધીધામના એરપોર્ટ રોડ પર અગાઉ ટીપીના હપ્તાના ઉઘરાણાના મોટા પોઈન્ટ ધમધમતા જ રહ્યા છે..!



ગાંધીધામ : કચ્છમાંથી લાકડાં અને પ્લાયવુડ ભરીને રાજ્ય બહાર કે અન્ય જિલ્લામાં જતા માલવાહક વાહનો પાસેથી ગેરકાયદેસર નાણાં ઉઘરાવવાનું ધામ બની ગયેલી સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ ફરી એકવાર વિવાદમાં આવી છે. ગાંધીધામ એસીબી ની ટીમે સફળ ‘ડીકોય ટ્રેપ’ ગોઠવીને વનરક્ષક અને તેના ખાનગી દલાલને ૧૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે સૂરજબારી ચેકપોસ્ટ પર લાંબા સમયથી વાહનચાલકો અને વેપારીઓ પાસેથી કાયદેસરના ટ્રાન્ઝિટ પાસમાં સહી-સિક્કા કરવાના નામે તોડબાજીનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે.હાલમાં બનેલી ઘટનાની જો વાત કરીએ તો ગત તા. ૨૪/૦૮/૨૦૨૬ ના રોજ પૂર્વ કચ્છ એસીબી ગાંધીધામના પી.આઈ. એચ.વી. ચૌધરી અને તેમની ટીમ દ્વારા સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ ખાતે ડિકોય ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. વનવિભાગ દ્વારા લાકડાં ભરેલા વાહનોના વાહતુક (ટ્રાન્ઝિટ) પાસમાં સિક્કા મારી રજિસ્ટરમાં નોંધ કરવા માટે ૧૦૦ થી રૂ.૧૦૦૦ સુધીની ગેરકાયદેસર ઉઘરાણી થતી હોવાની વ્યાપક ફરિયાદો મળી હતી.  એસીબીએ  છટકું ગોઠવ્યું હતું. જેમાં ભચાઉ નોર્મલ રેન્જના વનરક્ષક હરેશભાઈ હેમરાજભાઈ ચૌધરીના કહેવાથી તેમના ખાનગી મળતિયા /દલાલ જામનસા ઓસામણ સૈયદએ પાસમાં સિક્કા મારવાની અવેજીમાં ૧૦૦ ની લાંચ માંગી સ્વીકારી હતી. એસીબીની ટીમે સ્થળ પરથી જ લાંચની રકમ રિકવર કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમયે જાણકારો તથા ભોગગ્રસ્તો કહી રહયા છે કે,  સૂરજબારી ચેકપોસ્ટ પર લાંચિયા વનરક્ષકોનો જૂનો ઇતિહાસ રહેલો છે. બહુ લાંબા ભુતકાળ નહી નજીકના ઈતિહાસને જોવામા આવશે તો પણ આ ચેકપોસ્ટ પર આજ રીતે ટીપી માટે લાંચ માંગનારાઓને એસીબીએ પકડયા હોય અથવા તો તેમની સામે ફરીયાદો ઉઠી હોય તેવી ઘટનાઓ મળી આવશે. સૂરજબારી ચેકપોસ્ટ પર વનતંત્રના કર્મચારીઓ દ્વારા થતા ઉઘરાણા કોઈ નવી વાત નથી. આ પૂર્વે પણ એસીબી અને વેપારીઓ દ્વારા અવારનવાર આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવ્યો છે. તાજી બનેલી આવી જ ઘટનાઓની જો વાત કરીએ તો ૩.૪૦ રૂપિયાની લાંચ પણ ના છોડી અને અગાઉ એસીબી ગાંધીધામની ટીમે વનરક્ષક ઘનશ્યામ હીરજીભાઈ સોનાગરાને ટ્રાન્ઝિટ પાસમાં સહી-સિક્કા કરી આપવા પેટે રૂ. ૧૦૦ ની માંગણી કરતા ઝડપ્યો હતો. વાહનચાલકે ગાડી નાની હોવાનું કહેતા વનરક્ષકે રૂ. ૬૦ પરત આપી રૂ. ૪૦ રાખ્યા હતા, જેમાં ૩.૪૦ રૂપિયાની લાંચ સ્વીકારતા જ તે કેમેરા અને એસીબીના છટકામાં પકડાઈ ગયો હતો. તે બાદ ભૂતકાળમાં પણ વનરક્ષક (વર્ગ-૩) અરેવિંદભાઈ વેલજીભાઈ ભાટીયા લાકડાની ટ્રાન્ઝિટ પરમિટ પર સહી-સિક્કા કરવાના કામ પેટે ૧૦૦ ની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાયા હતા. તો વળી આ પહેલા વેપારીઓની વિરોધ અને ફરિયાદો પણ લેખિતમાં કરવામા આવી હતી. તે વખતે ગાંધીધામના વેપારીઓએે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને લેખિત અને ટેલિફોનિક ફરિયાદો કરી હતી કે રાત્રિના સમયે નીલગીરી કે અન્ય લાકડાં ભરીને પુના કે બહાર જતા ટ્રકો પાસેથી વનગાર્ડ દ્વારા ૫૦ થી વધુ રકમની દાદાગીરીપૂર્વક માંગણી કરાય છે. તંત્ર દ્વારા પ્રક્રિયા ઓનલાઈન હોવાનો દાવો કરાય છે, છતાં જમીની હકીકતમાં ચેકપોસ્ટ પર ગેરકાયદેસર વસૂલાત ચાલુ જ રહી છે.

.........


સિસ્ટમ સામે સવાલો : સુધાર ક્યારે?

ગાંધીધામ : સરકાર દ્વારા વાહતુક પાસ અને પરમિટની પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી હોવા છતાં, સૂરજબારી ચેકપોસ્ટ પર ભૌતિક સહી-સિક્કા અને રજિસ્ટર નોંધણીના નામે વાહનચાલકોને હેરાન કરવામાં આવે છે. એક કર્મચારી પકડાય છે ત્યારે થોડા દિવસો શાંતિ રહ્યા બાદ ફરી નવા કર્મચારીઓ અને ખાનગી મળતિયાઓ દ્વારા આ જ ‘તોડબાજી’ શરૂ કરી દેવામાં આવે છે.ગૃહ વિભાગ અને વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ આ કાયમી દૂષણને નાબૂદ કરવા માટે સૂરજબારી ચેકપોસ્ટ પર કડક તજવીજ હાથ ધરે અને જવાબદાર અધિકારીઓ સામે પણ દંડાત્મક પગલાં ભરે તેવી અપીલ વેપારી આલમ અને વાહનચાલકો કરી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM