ગાંધીધામમાં લગ્નની લાલચ આપી યુવતીનું શોષણ કરી ૧પ લાખ પડાવ્યાની ફરીયાદ
ગાંધીધામમાં લગ્નની લાલચ આપી યુવતીનું શોષણઃ ૧૫ લાખના દાગીના અને રોકડ પચાવી પાડનાર પાટણના ત્રણ સામે ગુનો
ગાંધીધામઃ લગ્નની ઝાંઝવા જેવા વચનો આપી યુવતીનું શારીરિક અને નાણાકીય શોષણ કરવાનો ગંભીર કિસ્સો ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે.મીઠીરોહરના ઈન્દિરાનગરમાં રહેતી ૩૦ વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, સાંતલપુર (જી. પાટણ)ના રહેવાસી કિશન જીવણભાઈ ડુંગરાણીએ યુવતી સાથે લગ્ન કરવાનું વચન આપી, લખાણ કરાવીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સંબંધોના કારણે યુવતીને ૫ મહિનાનો ગર્ભ રહી ગયો હતો.ત્યારબાદ, કિશનના પરિવારના જીવણભાઈ હમીરભાઈ ડુંગરાણી અને સુરેશભાઈ જીવણભાઈ ડુંગરાણીએ યુવતીના લગ્ન કિશન સાથે કરાવી આપવાની ખાતરી આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ ત્રણેય આરોપીઓએ યુવતી પાસેથી સોના-ચાંદીના દાગીના, મોબાઈલ ફોન, ઓનલાઈન ટ્રાન્સફર તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ. ૧૫,૦૦,૦૦૦ પડાવી લીધા હતા. છેતરપિંડીનો ભોગ બનેલી યુવતીએ પરિવારની સલાહ બાદ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૬૯, ૩૧૮(૪) અને ૫૪ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
......

Comments