Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં યોજાતા મેળા ઓમાં સુરક્ષા નિયમો ના ધજાગરાઃ  તંત્ર ઘોર નિંદ્રામાં કે પછી મોટી હોનારત ની રાહ જોઈ રહ્યું છે?

27 August

સરકારની SOP ઐસીતૈસી : કલેકટરશ્રી પણ કેમ મૌન?


રાજકોટ ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ સરકારે જાહેર કરેલી કડક  SOP નો ગાંધીધામમાં ખુલ્લેઆમ અનાદર; ડીપીએ-કંડલા પોર્ટ પ્રશાસન, નાયબ કલેકટર અંજાર, મામલતદાર,પોલીસ, આરોગ્ય, આર એન્ડ બી, અને ફાયર વિભાગ, વીજતંત્રની કામગીરી સામે ગંભીર સવાલો


સરકારી નિયમો કાગળ પર, સ્થળ પર લીરેલીરાની ચકચાર : જવાબદાર વિભાગોની મૌન ભૂમિકા સામે આક્રોશ

ડીપીએ કંડલા પોર્ટ પ્રશાસન આપી રહ્યુ છે રમુજપ્રેરક પ્રતિક્રીયા : પોર્ટ એલોટમેન્ટ લેટર આપે પછી બાકીના વીભાગો મંજુરી આપતા હોય છે, તે પછી મંજુરીઓ કેટલી કોની કોની લેવાઈ છે તે પોર્ટએ વિશેષ જોવાનુ રહેતુ નથી, હાલમાં યોજાઈ રહેલા મેળાની ર૦મી જુલાઈથી અપાયેલી છે મજુરી : 
ઓમપ્રકાશ દાદલાણી(પોર્ટ પ્રવકતા) : એકાદ બે-છુટ્ટીછવાઈ મંજુરી લેવાઈ છે, વધુ કોઈએ નથી લીધી, અમારી ના.કા.ઈની ટીમને સ્થળ તપાસ ચકાસણીઓ કરવા અને પ્રાંત અધિકારીશ્રી અંજારને પણ આ બાબતે અવગત કરી આગળની કાર્યવાહી કરવામા આવશે : શ્રી કલ્પેશ નાઈ(આર એન્ડ બી વિભાગ) : મનપાના વહીવટીતંત્રની વધુ એક વખત કુંભકર્ણિ નીંદ્રા થઈ છત્તી, મનપાના ડે.કમિશ્નર સંજય રામાનુજે ફોન ઉપાડવાની જ તસ્દી ન લેતા મનપાનુ વલણ જાણી શકાયુ નથી, અને આ સ્થિતી જોતા જ મનપા તંત્રને તો મેળામાં પણ મોટી દુર્ઘટના સર્જાય તેની જ ઈંતેજારી હોય તેવો વર્તારે થયો છે ખડો : મનપાની નવી તટસ્થ-પ્રજાભીમુખ બોડી આવા વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓના હવે કાન આમળે તે ખુબજ જરૂરી બની ગયુ છે



ગાંધીધામઃપૂર્વ કચ્છનું ઔદ્યોગિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં હાલ વિવિધ ગ્રાઉન્ડ્‌સ પર યોજાઈ રહેલા મેળાઓમાં મુલાકાતીઓની સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થયું છે. રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા જન્માષ્ટમી તેમજ ટેમ્પરરી મેળાઓ માટે ‘એમ્યુઝમેન્ટ રાઇડ્‌સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ સેફ્ટી રૂલ્સ-૨૦૨૪’ અંતર્ગત અત્યંત કડક SOP (સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરવામાં આવી છે. આમ છતાં, ગાંધીધામમાં યોજાતા મેળાઓમાં આ નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે મોટા સવાલો શહેરના પ્રબુદ્ધવર્ગમાં ઊભા થયા છે.નિયમ મુજબ મેળાઓમાં યાંત્રિક રાઇડ્‌સ માટે ચાર્ટર્ડ ઈજનેરનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ, થર્ડ પાર્ટી ફુલ લોડ ટેસ્ટિંગ સર્ટિફિકેટ,PGVCL ન્નું ઇલેક્ટ્રિકલ સેફ્ટી સર્ટિફિકેટ, ફાયર NOC , અને પબ્લિક લાયબિલિટી ઇન્સ્યોરન્સ મેળવવો ફરજિયાત છે. આ ઉપરાંત દરેક રાઇડના પ્રવેશદ્વાર પર ૫ટ૫ ફૂટનું માહિતી અને સલામતી બોર્ડ લગાવી તેમાં લાયસન્સ અને ઇમરજન્સી નંબર દર્શાવવાના રહે છે.પરંતુ ગાંધીધામમાં ધમધમતા મેળાઓમાં આ તમામ સુરક્ષા માપદંડોની અમલવારી થઈ છે કે નહીં તેને લઈને ભારે અસમંજસ વ્યાપી છે. સ્થાનિક આયોજકો અને સંચાલકોએ તમામ વિભાગોની વિધિવત મંજૂરી મેળવી છે કે કેમ તે મોટો પ્રશ્ન છે. માર્ગ અને મકાન વિભાગ , ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ તથા સ્થાનિક પોલીસ તંત્ર આ મામલે મૌન સેવીને બેઠું હોય તેમ જણાય છે. રાઇડ્‌સની ફિટનેસ અને વીજ સુરક્ષાની યોગ્ય ચકાસણી વગર જ મેળાઓ શરૂ કરવાની પરવાનગી આપી દેવાઈ છે કે કેમ તેને લઈને લોકોમાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.જો ગાંધીધામના મેળાઓમાં કોઈ મોટી અનિચ્છનીય ઘટના કે હોનારત સર્જાશે તો તેની જવાબદારી કોની રહેશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? સ્થાનિક રહેવાસીઓ અને અગ્રણીઓ માંગ કરી રહ્યા છે કે બેદરકારી દાખવનાર જવાબદાર વિભાગો અને આયોજકો સામે ત્વરિત કડક તપાસ કરવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરતી રાઇડ્‌સ તાત્કાલિક બંધ કરાવવામાં આવે. આ સંદર્ભે ડીપીએ કંડલા પોર્ટ પ્રશાસનને પુછતા એસ્ટેટ વિભાગ વતીથી પ્રવકતા ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યુ હતુ કે, અન્ય તમામ વૈધાનિક વિભાગ એટલે કે પોલીસ, ફાયર, પીજીવસીએલ, આર એન્ડ બી તરફથી જરૂરી તમામ પરવાનગીઓ પોર્ટ એનઓસી-એલોટમેન્ટ આપ્યા પછી લેવાની થતી હોય છે. તેથી હંગામી ફાળવણી સ્પષ્ટપણે એ શરતે કરવામા અવે છે કે ફાળવણી મેળવનાર દ્વારા તમામ લાગુ પડતી વૈદ્યાનિક માર્ગદર્શિકાઓ, નીતીઓ, નિયમો, વિનિયમો તથા શરતો વગેરનું કડક પાલન કરવામ આવે અને સંબધિત વૈધાનિક કચેરી દ્વારા તેનુ યોગ્ય નિરિક્ષણ કરવામા આવે. ડીપીએ પોર્ટ દ્વારા મંજુરી આપતા પહેલા પરવાનગીઓ બાબતે ચકાસણીઓ કરવાના બદલે રીતસરના હાથ જ ખંખેરી લીધા હોય તેમ જણાવ્યુ છે કે, આ બાબતે જો કોઈ પણ અનિચ્છનીય ઘટના દુર્ઘટના સર્જાય તેવા કિસ્સામાં તેની સંપૂર્ણ જવાબદારી ફાળવણી મેળવનારની રહેશે જેણે સબંધિત માર્ગદીશિકાઓનુ પાલન કરવાનુ હોય છે.  તો વળી આ બાબતે આર એન્ડ બી વિભાગના શ્રી નાઈની સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, આવી કોઈ મંજુરીઓ વધારે મેળા આયોજકોએ લીધી હોય તેવુ ધ્યાને નથી, ના.કા.ઈની ટીમને ચોકકસથી જાણ કરી તપાસ માટે તથા સરકારે જાહેર કરેલી એસઓપીની અમલવારી માટે જાણ કરવામાં આવશે જે બાદ અહેવાલ મળ્યા મુજબ કાર્યવાહી કરવામા આવશે તેવુ શ્રી કલ્પેશભાઈ નાઈએ જણાવ્યુ હતુ. મનપાતંત્રની કુંભકર્ણિ નિંદ્રા વધુ એક વખત છત્તી થવા પામી ગઈ છે. મનાપાના ડે.કમિશ્નર સંજય રામાનુજના ફોનની ઘંટડીઓ સતત રણકતી રહી હતી, તેઓએ ફોન ઉપાડવાની તસ્દી ન લેતા આ બાબતે મનપાનું વલણ જાણી શકાયુ ન હતુ. પરંતુ મનપા તો ઉંઘમાં જ હોય તેમ આ સ્થિતી જોતા દર્શાય છે એટલે સરકારની એસઓપીની ચિંતા મનપાના વહીવટીતંત્રએ સેવી હેાય તેવુ દેખાતુ નથી.

.........


ગાંધીધામ મેળાઓઃ કયા વિભાગોની મંજૂરી જરૂરી અને ઉલ્લંઘન પર શું કાર્યવાહી થઈ શકે?


ગાંધીધામ : •સ્થાનિક પોલીસ તંત્ર / કમિશનર કચેરી ઼ સ્થાનિક પોલીસ સ્ટેશનની NOC, કાયદો-વ્યવસ્થા મંજૂરી અને આખરી ઓપરેશન લાયસન્સ મંજૂરી વિના મેળો ચલાવવા બદલ આયોજકો સામે IPC/BNS  હેઠળ ગુનો, મેળો તુરંત બંધ કરાવવો અને જવાબદાર અધિકારીઓ સામે કાયદાકીય નિષ્ક્રિયતાની તપાસ. •ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ ઼ ફાયર સેફ્ટી NOC  (આગ સામે સુરક્ષાના સાધનો અને ફાયર એક્સટિંગ્વિશર ચકાસણી).ફાયર એનઓસી ન હોય તો સ્થળ સીલ કરવું, આયોજકો સામે ફોજદારી ગુનો નોંધવો અને ફાયર અધિકારીઓની બેદરકારી સામે ખાતાકીય તપાસ. •માર્ગ અને મકાન વિભાગ  રાઇડ્‌સ ફિટનેસ, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અને લોડ બેરિંગ ચકાસણી રિપોર્ટ. અસુરક્ષિત રાઇડ્‌સ જપ્ત કરવી, સંચાલક સામે માનવજિંદગી જોખમમાં મૂકવાનો ગુનો અને ચકાસણી વગર લીલીઝંડી આપનાર ઈજનેરો સસ્પેન્ડ થઈ શકે. • PGVCL / વીજ કંપની ઼ ઇલેક્ટ્રિકલ સેફ્ટી સર્ટિફિકેટ (વાયરિંગ, અર્થિંગ અને પાવર લોડિંગ સેફ્ટી). નિયમભંગ બદલ વીજ જોડાણ તાત્કાલિક કાપી નાખવું અને શોર્ટ સર્કિટ કે હોનારતના કિસ્સામાં ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર સામે તપાસ. • મહાનગરપાલિકા / આરોગ્ય વિભાગ FSSAI  રજિસ્ટ્રેશન, ખાદ્ય 
પદાર્થોના સ્ટોલ માટે હેલ્થ સર્ટિફિકેટ અને સેનિટેશન મંજૂરી. અસ્વચ્છતા કે ખાદ્ય ઝેરના કિસ્સામાં સ્ટોલ સીલ કરવા, દંડ ફટકારવો અને હેલ્થ ઇન્સ્પેક્ટર સામે શિસ્તભંગના પગલાં. • ચાર્ટર્ડ સિવિલ ઈજનેર / થર્ડ પાર્ટી ડીસીઆઈ ઼ થર્ડ પાર્ટી ફુલ લોડ ટેસ્ટિંગ અને સોઇલ સ્ટેબિલિટી / ફાઉન્ડેશન રિપોર્ટ. ઼ ખોટા કે બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપનાર ચાર્ટર્ડ ઈજનેરનું લાયસન્સ રદ કરવું અને તેમની સામે ગુનાહિત કાવતરાની એફ.આઈ.આર. • મેળા આયોજકો અને રાઇડ સંચાલકો ઼ પબ્લિક લાયબિલિટી (થર્ડ પાર્ટી) ઇન્સ્યોરન્સ અને ૫ટ૫ ફીટનું માહિતી બોર્ડ. આયોજકો સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી, દંડ તેમજ અકસ્માતના કિસ્સામાં વ્યક્તિગત રીતે ફોજદારી જવાબદારી. ઼


...........

Comments

COMMENT / REPLY FROM