Trending News
ક્રાઈમ

ભચાઉના સીતારામપુરામાં જુગાર પર  પોલીસનો સપાટો, બે કેસમાં ૮ શખ્સ ઝડપાયા

26 August



તીનપત્તી રમતા બે અલગ-અલગ કેસમાં કુલ રૂ.૧૮,૭૦૦ રોકડા કબજે : ભચાઉ પોલીસની કાર્યવાહી

ભચાઉ : બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા દ્વારા પ્રોહિબિશન અને જુગારની બદીને નાબૂદ કરવા 
આપવામાં આવેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ દ્વારા સીતારામપુરા વિસ્તારમાં જુગારના બે અલગ-અલગ કેસ ઝડપી પાડવામાં આવ્યા હતા.પ્રથમ કેસમાં શૈલેષ જેરામ પ્રજાપતિ, નિલેષ ચમન 
પ્રજાપતિ, વિરલ રસિક સુથાર અને પિયુષ રમણીક સુથારને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી રૂ.૧૧,૫૦૦ રોકડા તથા ગંજીપાના કબજે કરાયા હતા.જ્યારે બીજા કેસમાં રાજેશ મોતી કોલી, પ્રદિપ પ્રવિણ કોલી, ચંદુ પ્રવિણ કોલી અને કલ્પેશ સનાજી ઠાકોરને ઝડપી રૂ.૭,૨૦૦ રોકડા તથા ગંજીપાના કબજે કરવામાં આવ્યા હતા. આમ બંને કેસમાં કુલ ૮ શખ્સો સામે ધોરણસર કાર્યવાહી કરી રૂ.૧૮,૭૦૦ રોકડા કબજે કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM