અંજાર PI એચ.એ. જાડેજાનો વધુ એક સપાટો ઃ ખેડોઈમાં જુગાર રમતા ૧૦ શખ્સ ઝડપાયા
પંચાયતની બાજુમાં જાહેરમાં ચાલતા તીનપત્તીના જુગાર પર રેઇડ : રોકડા રૂ.૫૫,૩૦૦ અને ૮ મોબાઇલ સહિત કુલ રૂ.૧.૦૯ લાખનો મુદ્દામાલ કબજે
અંજાર : સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સામે અંજાર પોલીસે કાર્યવાહી તેજ બનાવી છે. PI એચ.એ. જાડેજાની સૂચનાથી ભુવડ ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ખેડોઈ ગામની પંચાયતની બાજુમાં જાહેરમાં ચાલતા તીનપત્તીના જુગાર પર પોલીસે રેઇડ કરી હતી.કાર્યવાહીમાં યશપાલસિંહ દશરસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઈન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, ગીરીરાજસિંહ હરદેવસિંહ ઝાલા, હિતેંદ્રસિંહ દેવુભા વાઘેલા, અર્જુનસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, નવીનભાઈ પાલાભાઈ રબારી, બલભદ્રસિંહ જખુભા જાડેજા, સિધ્ધરાજસિંહ જીલુભા જાડેજા અને જયદીપસિંહ સુખદેવસિંહ જાડેજા સહિત કુલ ૧૦ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૫૫,૩૦૦ અને ૮ મોબાઇલ ફોન કિંમત રૂ.૫૧ હજાર સહિત કુલ રૂ.૧,૦૯,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી ૈઁં એચ.એ. જાડેજા, ઁજીૈં જે.એસ. ચુડાસમા તથા અંજાર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments