મુંદરામાં રાજુ-લાકડાના બની બેઠલ ઠગ વેપારી-મુકેશ- ટોળકી ના વેરહાઉસ પર કેન્દ્રીય એજન્સીઓ ત્રાટકી : નાપાક કેમેરાકાંડ ખુલશે?
આ ટોળકીની સામે દેશદ્રોહનો જ ગુનો કરો દાખલ
રાજુ-લાકડાનો બની બેઠેલ અને અત્યાર સુધી ‘હેમ-ખેમ‘ ફરતો ઠગ વેપારી ની ગેગની નાપાક માનસીકતા વધુ એક વખત છત્તી થઈ ગઈ હોવાની છે ચકચાર : ચાઇનાથી આયાત કરાયેલા અને GPRS ટ્રેકર ધરાવતા પ્રતિબંધિત કેમેરા દિલ્હી સુધી પહોંચાડાયા; સ્થાનિક પોલીસ,DRI અને TRAI ની સંયુક્ત કાર્યવાહીથી કસ્ટમના ભ્રષ્ટ અધિકારીઓ અને ઠગ વેપારીઓમાં ફફડાટ.
ગતરોજ બપોરથી જ કેન્દ્રીય કક્ષાની ટ્રાઈની ટુકડી, ડીઆરઆઈ, સ્થાનિક ખાખીધારીઓ સહિતનાઓ સાથે મળીને મુંદરા પાસે આવેલા આ ચોકકસ વેરહાઉસમાં પડાવ નાખતા મચી છે ખળભળાટી : કેટલાક કન્ટેઈનરોના તો બીઓએલ ફાઈલ થઈ ગયા અને બહાર સરકી ગયા હતા, જેને એજન્સીઓએ પરત બેાલાવી ખોલાવતા કસ્ટમની ભ્રષ્ટ લોબી તથા આ રાજુ અને લાકડાના બની બેઠલા વેપારીના સાગરીતોના પગ નીચેથી જમીન સરકી હોવાની છે ચર્ચા
નોધનીય છે કે, મુંદરામાથી પકડાયેલા પ૦૦ કરોડના કેપ્ટામાઈન જહોદી ડ્રગ્સ કાંડમાં પણ રાજુ-લાકડાના બની બેઠેલ ઠગ વેપારી -બંટી અને આ પ્રકરણને દબાવવા માટે કેન્દ્રીય મંત્રી સુધી ફોનની ઘંટડીઓ રણકાવનાર મુકેશના નામો અવ્યા હતા ભારે ચર્ચામાં : ટુકાંગાળામાં આ ગેંગ અને તેમના વેરહાઉસ તથા પેઢીઓ સીધી કે પરેાક્ષ રીતે નાપાક કાંડમાં ફરીથી આવી ગઈ છે ચર્ચામાં
ગાંધીધામ : મુંદરામાં રાજુ અને તેના સાગરીતોના વેરહાઉસ પર કેન્દ્રીય એજન્સીઓના દરોડા બાદ સનસનાટી મચી ગઈ છે. દેશની સુરક્ષા સામે જોખમ ઊભું કરતી આ ગેંગ સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ ઉઠી રહી છે. આ બાબતે સહેજ વિગતે વાત કરીએ તો ભારતમાં ચાઈનાથી આયાત થતા ચોકકસ કંપનીના જીપીઆરએસ લાગેલા કેમેરા લગાડાઈ રહ્યા હોવાની વાત અજન્સીઓ સુધી પહોચતા કેન્દ્રીય કક્ષાએ સનસનાટી મચી ગઈ હતી. જે બાદ આવા ચોકકસ કંપનીના કેમેરાની આયાત ભારતમા પ્રતિબંધિત જાહેર કરવામા આવી હતી અને તે બાદ જ દિલ્હીમાં અતી સંવેદનશીલ જગ્યાએ આવા જ જીપીઆરએસવાળા કેમેરા લગાડતા એક શખ્સની ધરપકડક કરવામા આવી હતી અને તે બાદ તપાસનો રેલો સીધો જ કચ્છ ભણી ફંટાઈ ગયો હતો. ઝડપાયેલ શખ્સે આવા પ્રતિબંધિત કેમેરા કચ્છના દરીયાઈ વિસ્તારથી આયાત કર્યાોની કબુલાત આપી હતી અને ખુદ આ કેમેરા રાજુ-લાકડાના બની બેઠલ ઠગ વેપારી સહિતના ઈશારે કરી રહ્યો હોવાનો ખુલાો આપ્યો હતો જે બાદ એનઆઈએ ગત સપ્તાહે અહી આ યુનિટમાં ત્રાટકી બધી જ માહીતીઓ અંકે કરી ગઈ હતી અને ગત રોજ બપોરથી તે બાદ હવે ટેલીકોમ્યુનિકેશનની જેશની કેન્દ્રીય એજન્સી ટ્રાય, ડીઆરઆઈ અને સ્થાનિક પોલીસના કર્મચારીઓનો મોટો કાફલો આ જ વેરહાઉસ પર ત્રાટકી અને જીણવટભરી તપાસ આદરી રહ્યો હોવાની વા સામે આવી રહી છે. ચાઈનાના બનેલા અને જીપીઆરએસ ટ્રેકર લગાડેલા કેમેરા ભારતમાં પ્રતિબંધ હોવા ઉપરાંત પણ ગાંધીધામના લાકડાના બની બેઠલ ઠગ વેપારી-રાજુ આણી ગેંગ દ્વારા ન માત્ર મંગાવાયા, બલ્કે દિલ્હી સુધી પહોચાડી પણ દેવાયા અને ત્યા રાજુનો નજીકનો સબંધિ આવા પ્રતિબંધિત કેમેરા લગાવતા ઝડપાઈ ગયો અને તે તપાસનો રેલો મુંદરા સુધી લંબાયો હોવાનુ મનાય છે.હવે લાકડાનો બની બઠેલ ઠગ વેપારી, રાજુ, બંટીની ટોળકીને
ગાંધીધામનો મુકેશ કેન્દ્રીય મંત્રીનો ફોન કરાવીને આ તપાસમાંથી પણ બચાવી જાય છે કે પછી આ ટોળકી આ વખતે બરાબરની આવી જાય છે સાણસામાં? તે તરફ સૌના મીટ મંડાયેલા છે.
.............
દિલ્હી કેમેરાકાંડનો રેલો કચ્છ સુધી લંબાયો
ગાંધીધામ : ભારતમાં ચાઇનાથી આયાત થતા GPRS ટ્રેકરવાળા ચોક્કસ કેમેરા પર સુરક્ષાના કારણોસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં દિલ્હીની અતિ સંવેદનશીલ જગ્યાએ આવા જ પ્રતિબંધિત કેમેરા લગાવતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે આ કેમેરા કચ્છના દરિયાઈ માર્ગે આયાત કરાયા હતા અને તે રાજુ નામના ઠગ વેપારી તથા તેના સાગરીતોના ઇશારે આ કામ કરી રહ્યો હતો. આ ખુલાસા બાદ ગત સપ્તાહે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પણ અહીં તપાસ કરી તમામ માહિતી મેળવી હતી.
............
થોકબંધ કન્ટેનરો અટકાવી તપાસ શરૂ
ગાંધીધામ : ગતરોજ બપોરથી જ ટેલિકોમ્યુનિકેશન એજન્સી ટ્રાઇ, ડીઆરઆઇ અને સ્થાનિક પોલીસના વિશાળ કાફલાએ મુંદરા નજીક આવેલા ચોક્કસ વેરહાઉસમાં ધામા નાખ્યા છે. એજન્સીઓએ ૧૫૦થી વધુ કન્ટેઇનરો અટકાવીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જે કન્ટેનરોના બિલ ઓફ લેડિંગ ફાઇલ થઇ ચૂક્યા હતા અને બહાર નીકળી ગયા હતા, તેમને પણ પરત બોલાવીને ખોલાવવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહીથી કસ્ટમની ભ્રષ્ટ લોબી અને રાજુ ગેંગના પગ નીચેથી જમીન સરકી ગઈ છે.
...............
દેશહિતના મુદ્દે કચ્છઉદયનો અહેવાલ ફરી સચોટ ઠર્યો
મુંદરામાં દેશની સૌથી મોટી રાષ્ટ્રીય એજન્સી એનઆઈએ ત્રાટકી, મુંદરા પાસે વેરહાઉસમાં ચાઈનીઝ-નાપાક કેમેરાની ગેરકાયદેસર આયાત મુદ્દે મોટી તપાસનો અહેવાલ આ પ્લેટફોર્મ પરથી
તા.૨૨-૦૮-૨૦૨૬ના પાના ન. ૪ પર વિગતવાર રજુ કર્યો હતો હવે ગત રોજથી અહી એનઆઈએ બાદ વધુ ત્રણ એજન્સીઓ ત્રાટકી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી રહ્યા હોવાની સત્તાવાર વાતથી દેશહિતના મુદ્દે કચ્છઉદયનો અહેવાલને વધુ એકવખત પુષ્ટી મળવા પામી છે.

Comments