Trending News
સ્થાનિક સમાચાર

સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની વિદ્યાર્થિનીઓ હેન્ડબોલ ચેમ્પિયન

25 August


 જિલ્લાકક્ષાએ તમામ વિભાગોમાં વિજેતા

ભુજ-કચ્છઉદય : રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ભુજ વિભાગ દ્વારા જિલ્લાકક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન ભુજ ખાતે કરાયું હતું. જેમાં અંડર-૧૪, ૧૭, ૧૯ એમ ત્રણેય વિભાગમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દિકરીઓ સમગ્ર જિલ્લામાં અંડર ૧૪ અને ૧૯ એમ બંન્ને વિભાગમાં પ્રથમ નંબરે (ગોલ્ડ મેડલ) તથા અન્ડર-૧૭ વિભાગમાં દ્વિતીય નંબર (સીલ્વર મેડલ) પ્રાપ્ત કરી સંસ્થાનું નામ ગૌરવવંતુ કરી જ્વલંત સફળતા પ્રાપ્ત કરેલ છે જે હવે રાજ્યક્ષાએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધત્વ કરશે.
દિકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ સ્વામિનારાયણ મંદિરના પુજ્ય મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનોએ અંતરના રૂડા આર્શિવાદ સહ શુભેચ્છાઓ પાઠવેલ છે. સાથે મંદિરનું ટ્રસ્ટી મંડળ, સંસ્થા પ્રમુખ કાનજીભાઈ મેપાણી, મંત્રી પ્રવીણભાઈ પીન્ડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પીન્ડોરિયા, કોચ રશ્મિતાબેન સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે. 
--------

Comments

COMMENT / REPLY FROM