જીતો ભુજ ચેપ્ટરન પ્રતિષ્ઠિત “Emerging Chapter Award” થી સન્માનિત
ઇન્દોર ખાતે જીતો એપેક્ષ સમીક્ષા એવોર્ડ-ર૦ર૪-૨૬માં દેશ-વિદેશના ૯૪ ચેપ્ટર્સ વચ્ચે ભુજની ગૌરવપૂર્ણ સિદ્ધિ
ભુજ - કચ્છઉદય : ઇન્દોર ખાતે આયોજિત જીતો એપેક્ષ સમીક્ષા એવોર્ડ ૨૦૨૪-૨૬માં જીતો ભુજ ચેપ્ટરને ગજરાત ઝોનમાં નોંધપાત્ર અને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રતિષ્ઠિતજીતો ભુજ ચેપ્ટરન પ્રતિષ્ઠિત “Emerging Chapter Award” થી સન્માનિત કરવામાં આવ્યું છે.આ પ્રતિષ્ઠિત એવોર્ડ જાણીતી અભિનેત્રી ટિ્વંકલ ખન્નાના હસ્તે જીપો એપેક્ષ પ્રેસિડેન્ટ વિજય ભંડારી, જીપો એપેક્ષ વાઈસ ચેરમેન હિમાંશુભાઈ શાહ તથા જીપો એપેક્ષના અન્ય વરિષ્ઠ પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં જીતો ભુજ ચેપ્ટરના ચેરમેન પંકજ મેહતા, ચીફ સેક્રેટરી બિરજુ શાહ, વાઇસ ચેરમેન પારસ મેહતા અને વાઇસ ચેરમેન સંજય દેસાઈએ સંયુક્ત રીતે સ્વીકાર્યો હતો. ભારત અને વિદેશના કુલ ૯૪ જીપો ચેપ્ટર્સની કામગીરીનું મૂલ્યાંકન સભ્ય સંખ્યામાં વૃદ્ધિ, સમાજોપયોગી નવીન પ્રોજેક્ટ્સ, મહિલા સશક્તિકરણ, યુવા ભાગીદારી, જીતો આવાસ, જીતો બિઝનેસ નેટવર્ક, જીતો જોબ્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં થયેલી કામગીરીના આધારે કરવામાં આવ્યું હતું.
નવકાર મહામંત્ર દિવસની વિશેષ ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રહિત માટે આપવામાં આવેલા નવ સંકલ્પોને કાર્યરૂપ આપવા જીતો ભુજ ચેપ્ટરે અનેક પહેલો હાથ ધરી હતી. કચ્છ યુનિવર્સિટી સાથે એમઓયુ કરીને પર્યાવરણ સહિતના વિષયો પર અસરકારક કામગીરી અને જનજાગૃતિ કરવામાં આવી હતી. ચાણક્ય ફિઝિયોથેરાપી કોલેજ, ભુજ સાથે એમઓયુ કરીને દેશના અલગ-અલગ પ્રાંતોમાંથી આવતા વિદ્યાર્થીઓને શિક્ષણની તકો પૂરી પાડવા તથા આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધારવાની કામગીરી કરવામાં આવી હતી. “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત ૨૪ તીર્થંકર ભગવાનના માતૃશ્રીઓના નામે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી સ્વ. હીરાબાના નામે વૃક્ષારોપણ કરીને માતૃવંદના, આધ્યાત્મિકતા અને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સમન્વય કરવામાં આવ્યો હતો. યુવાનોને રોજગારીની તકો સાથે જોડવા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે મહિલા સશક્તિકરણ, યુવા ભાગીદારી, બિઝનેસ નેટવર્કિંગ અને વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર સફળતામાં જીતો ભુજ લીડીસ વિંગ અને યુથ વિંગનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
ચેપ્ટરના ચેરમેન પંકજ મેહતા અને ચીફ સેક્રેટરી બિરજુ શાહે જણાવ્યું કે, આ એવોર્ડ કોઈ એક વ્યક્તિનો નહીં, પરંતુ સમગ્ર જીતો ભુજ પરિવારની ટીમવર્ક, સમર્પણ અને સતત પ્રયાસોની સિદ્ધિ છે. દેશ-વિદેશના ૯૪ જીતો ચેપ્ટર્સ વચ્ચે મળેલું આ સન્માન જીતો ભુજની સાથે સમગ્ર કચ્છ અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. સમગ્ર ટીમે ભવિષ્યમાં વધુ નવીન અને સમાજોપયોગી કાર્યો દ્વારા જીતો ભુજ, કચ્છ અને ગુજરાતની પ્રતિષ્ઠાને વધુ નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ માહિતી જીતો ભુજ ચેપ્ટરના મીડિયા ઇન્ચાર્જ તપાસ શાહની યાદીમાં જણાવાયું છે.
-----

Comments