Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ-મુન્દ્રા શેલ કંપની કૌભાંડ : હવાલાકૌભાંડના તાર ક્યાં સુધી ફેલાયેલા છે? તપાસમાં મોટા ધડાકા ની આશંકા : સીએ સહિત નાઓની ધરપકડના ભણકારાં..!

25 August


ગાંધીધામઃ કચ્છના ગાંધીધામ અને મુન્દ્રામાંથી સામે આવેલા રૂ. ૮૦૪.૩૦ કરોડના બોગસ ફોરેન રેમિટેન્સ અને ટેક્સ ચોરીના કૌભાંડે આખા ગુજરાતના નાણાકીય આલમમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. આવકવેરા વિભાગ અને ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસની સંયુક્ત કાર્યવાહી બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા હવાલા નેટવર્ક અને મની લોન્ડરિંગના ભયાનક ખેલ પરથી પડદો ઊંચકાઈ રહ્યો હોવાનો વતાર્રો સામે આવી રહ્યો છે. આ કૌભાંડ માત્ર બોગસ ફોર્મ ૧૫-સીબી બનાવપૂરતું સીમિત નથી, પરંતુ તેની પાછળ દેશની સાર્વભૌમ તિજોરીને કરોડો રૂપિયાનો ચુનો ચોપડવાનું બહુમોટું વિદેશી નાણાકીય ષડયંત્ર કામ કરી રહ્યું હોવાની પ્રબળ આશંકા છે. સહેજ વિગતે વાત કરીએ તો બોગસ શેલ કંપનીઓનું ઝાળ બિછાવી અને વિદેશ હવાલાઓ થયા હોવાની આ કેસમાં પ્રબળ આશંકાઓ દર્શાવાઈ રહી છે. ગાંધીધામ અને મુન્દ્રાના સરનામે કાગળ પર ઊભી કરાયેલી ૫૦૦થી વધુ શેલ (બોગસ) કંપનીઓ દર્શાવીને વિદેશી વેપાર અને આયાત-નિકાસના બહાને આબજો રૂપિયા વિદેશ ભેગા કરી દેવાયા છે. સીએ અને વચેટિયાઓની મિલીભગત આ કેસમાં મહત્પવૂર્ણ કડી બની રહી છીે.  ૪ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સે કોઈ પણ જાતના ઓડિટ, બેંક સ્ટેટમેન્ટ કે કરાર ચકાસ્યા વિના મોટી રોકડ કમિશન લાલચે ફોર્મ ૧૫-સીબી ઈસ્યુ કરી દીધા હતા. બ્લેક મનીનું વિદેશમાં ટ્રાન્સફરઃ ટેક્સ બચાવવા અને ગેરકાયદેસર કાળું નાણું વિદેશી બેંક ખાતાઓમાં મોકલવા માટે ગાંધીધામ-મુન્દ્રાના લોજિસ્ટિક્સ અને શિપિંગ રૂટનો ઉપયોગ કરાયો હોવાનું ખુલી રહ્યું છે. આવનાર સમયમાં આ ૮૦૪ કરોડના કૌભાંડનો રેલો અમદાવાદ, મુંબઈ અને આંતરરાષટ્રીય સ્તર સુધી લંબાય અને તેમાં કઈક નવા વેપારીઓના નામો ખુલે તો પણ નવી નવાઈ નહી કહેવાય.

..............

પરદા પાછળના બિગ બુલ કોણ?ઃ અમદાવાદ-મુંબઈના
મોટા-અસલી ચહેરાઓને શોધવા ખાસ ટીમની રચના


 સીએ ને માત્ર કમિશન આપીને આગળ ધરનાર ગાંધીધામ, મુન્દ્રા, અમદાવાદ અને મુંબઈના મોટા કૌભાંડીઓ અને અસલી માલિકો સુધી પહોંચવા માટે સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે. શિપિંગ અને લોજિસ્ટિક્સ ફર્મ્સ પર ત્રાટકશે આઈટીઃ ગાંધીધામ-મુન્દ્રાની કેટલીક શંકાસ્પદ શિપિંગ, કસ્ટમ હાઉસ એજન્ટ અને લોજિસ્ટિક્સ કંપનીઓના બેંક ખાતા અને ડિજિટલ ડેટા સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. 


...............
૯ સામેની ફરીયાદ તો માત્ર 
હિમ સિલાની ટોચ સમાન જ કહેવાય



ગાધીધામ : પોલીસ અને આઈટી વિભાગે ૪ સીએ અને ૫ વચેટિયાઓ સહિત ૯ જણા સામે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે, પરંતુ આ તો માત્ર હિમશિલાની ટોચ હોવાનું મનાઈ રહ્યું છે.તપાસનો નવો દોર હાથ ધરાયો છે અને તેમાં જો  અસલી સૂત્રધારો સુધી પહોંચવા કવાયત રંગ લાવી તો આંતરરાષ્ટ્રીય મોટુ ભોપાળુ બહાર આવાવ પામશે. 

................

ઈડીની એન્ટ્રીની પૂરી શક્યતા

ગાંધીધામ : આ કૌભાંડમાં રૂ. ૮ અબજથી વધુનું નાણું વિદેશ મોકલાયું હોઈ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ અને પિએમએલએ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ ટૂંક સમયમાં ઝંપલાવે તેવી પૂરતી શક્યતાઓ છે. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય હવાલા નેટવર્ક, બેનામી મિલકતો અને કચ્છ-અમદાવાદના કેટલાક મોટા ગજાના 
વેપારીઓના નામો ખુલતા જ વધુ સનસનાટીભર્યા ખુલાસાઓ અને ધરપકડો થાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM