ગાંધીધામમાંથી નશાના કાળા કારોબારનો પોંકાશ હેરોઇનનો મોટો જથ્થો ઝડપાયો
૨૧ વર્ષીય યુવક પોલીસના સકંજામાં : ૭.૧૯ લાખની કિંમતનું ૩૫.૯૭ ગ્રામ હેરોઇન કબજે : આઇફોન, રોકડ, વજનકાંટો સહિત કુલ ૭.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત : લાકડિયાના ‘સાહિલ’ પાસેથી હેરોઇન વેચાણ માટે મેળવ્યાનો આરોપ : સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા એ-ડિવિઝન પોલીસે તપાસ લંબાવી
ગાંધીધામ : ઔદ્યોગિક નગરી ગાંધીધામમાં માદક પદાર્થના નેટવર્ક સામે વધુ એક પોલીસ કાર્યવાહી સામે આવી છે. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા ગુના મુજબ નવી સુંદરપુરી વિસ્તારમાંથી ૩૫.૯૭ ગ્રામ હેરોઇન ડ્રગ્સ, જેની કિંમત રૂપિયા ૭,૧૯,૪૦૦ આંકવામાં આવી છે, તે સાથે ૨૧ વર્ષીય યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહીમાં હેરોઇન સહિત કુલ ૭,૭૫,૯૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.પોલીસ ફરિયાદ મુજબ ૨૪ ઓગસ્ટના રાત્રિના સમયે નવી સુંદરપુરીમાં શંકર વસ્તુ ભંડારની બાજુમાં આવેલા રહેણાંક મકાનમાં કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંથી પ્રિન્સ સુરેશનાથ બાવાજી (ઉ.વ.૨૧)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેના કબજામાંથી માદક પદાર્થ હેરોઇન મળી આવ્યું હોવાનો પોલીસનો આરોપ છે.કાર્યવાહી દરમિયાન ૩૫.૯૭ ગ્રામ હેરોઇન ઉપરાંત પ્લાસ્ટિકનું ઝભલું, ૧૪ ખાલી ઝીપવાળી પ્લાસ્ટિકની કોથળીઓ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, એક એપલ
કંપનીનો આઇફોન, વજનકાંટો, રોકડા ૬,૪૦૦ અને સ્ટીલની ચમચી સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવાયા મુજબ આરોપી પ્રિન્સે આ હેરોઇન લાકડિયા ખાતે રહેતા ‘સાહિલ’ નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે મેળવ્યું હોવાનો આરોપ છે. સાહિલ હાલ પોલીસ પકડથી દૂર હોવાનું નોંધાયું છે. આ મામલે બંને તેમજ તપાસ દરમિયાન સામે આવનારા અન્ય સંડોવાયેલા શખ્સો સામે દ્ગડ્ઢઁજી એક્ટની કલમ ૮(ઝ્ર), ૨૧(મ્) અને ૨૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ડી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. હવે તપાસમાં હેરોઇનનો મૂળ સ્ત્રોત, સપ્લાયની કડી, કોને-કોને ડ્રગ્સ પહોંચાડવામાં આવતું હતું અને આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા છે કે કેમ તે દિશામાં તપાસ મહત્વપૂર્ણ બની રહેશે.
.................
૧૪ ખાલી ઝીપવાળી કોથળીઓ અને વજનકાંટો પણ મળ્યો
ગાંધીધામ : પોલીસે હેરોઇન સાથે ૧૪ ખાલી ઝીપવાળી પ્લાસ્ટિકની કોથળીઓ અને એક વજનકાંટો પણ કબજે કર્યો છે. ફરિયાદમાં હેરોઇન વેચાણ માટે મેળવ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સામગ્રીનો
ઉપયોગ કઈ રીતે થતો હતો અને ડ્રગ્સ કોને પહોંચાડવાનું હતું તે સહિતના મુદ્દા પોલીસ તપાસમાં સ્પષ્ટ થશે.
..........
લાકડિયાના ‘સાહિલ’ સુધી પહોંચશે પોલીસ?
ગાંધીધામ : FIR મુજબ હેરોઇનનો જથ્થો લાકડિયા ખાતે રહેતા સાહિલ નામના શખ્સ પાસેથી વેચાણ અર્થે મેળવવામાં આવ્યો હોવાનો આરોપ છે. સાહિલ પોલીસ પકડથી દૂર હોવાનું નોંધાયું છે. તેની ધરપકડ બાદ હેરોઇન ક્યાંથી આવ્યું અને સપ્લાય ચેઇન કેટલી લાંબી છે તે અંગે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.
..........
ગાંધીધામમાં હેરોઇન આવ્યું ક્યાંથી?
ગાંધીધામ :એક આરોપીની ધરપકડથી તપાસ પૂર્ણ થતી નથી. હેરોઇનનો મૂળ સપ્લાયર કોણ છે? જથ્થો ગાંધીધામ સુધી કયા માર્ગે પહોંચ્યો? સ્થાનિક સ્તરે તેના ખરીદદારો કે અન્ય સપ્લાયર કોણ છે? હવે આ સવાલોના જવાબ સુધી પહોંચવું પોલીસ તપાસ માટે મહત્વપૂર્ણ રહેશે. સપ્લાય ચેઇનની મૂળ કડી સુધી કાર્યવાહી પહોંચે તો જ સમગ્ર નેટવર્ક અંગે હકીકત બહાર આવી શકે.
...........
૭.૭૫ લાખનો કુલ મુદ્દામાલ
•હેરોઇન - ૩૫.૯૭ ગ્રામ : ૭,૧૯,૪૦૦ •એપલ આઇફોન : ૫૦,૦૦૦ •રોકડ રકમ : ૬,૪૦૦ •વજનકાંટો : ૧૦૦ •કુલ મુદ્દામાલ : ૭,૭૫,૯૦૦

Comments