Trending News
સ્થાનિક સમાચાર

આખરે નખત્રાણા પાલિકાના ચીફઓફિસર બદલાયા 

25 August




મુંદરા-બારોઈ નગરપાલીકાના વહીવટદાર રાજમાં જેમના કાર્યકાળ દરમ્યાન ૮૦ કરોડથી વધુનું જમીન કૌંભાડ આચરાયુ હતુ અને કચ્છ બહાર જેમની બદલી કરાઈ હતી જે બાદ મોરબી પુલ હોનારત-૧૫૦ લોકોના મોત જેમના મોરબી નગરપાલીકા કાર્યકાળમાં થયા હતા તેવા સંદીપસિંહ ઝાલાબારેજાથી રાપર -કચ્છમાં ફરી ગોઠવાઈ ગયા

રાજ્યના રપ નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલીમાં નખત્રાણા, માંડવીના ચીફ ઓફિસરની બદલી 


નખત્રાણા - કચ્છ ઉદય :  ગુજરાત સરકાર શહેરી વિકાસ અન શહેરનું નિર્માણ વિભાગ દ્વારા આજે રાજ્યમાં રપ જેટલા નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના ઓર્ડર જારી કરાયા છે. જેમાં નખત્રાણાના ભાવિન કાંધાણીને નખત્રાણાથી બદલી કરી કેશોદ મુકાયા છે, જ્યારે માંડવી જિજ્ઞેશ બારોટને હારીજ મુકાયા છે. નખત્રાણાના ચીફ ઓફિસર સામે લાંબા સમયથી બેન્ક ફરિયાદો હતી અને વહીવટદારના શાસનમાં આ અધિકારીએ કરોડો રૂપિયાની વિકાસલક્ષી ગ્રાન્ટો આડેધડ વાપરી મોટું ભ્રષ્ટાચાર આચરયાના આક્ષેપો થયા હતા. કોઈને પણ ન ગાંઠતા આ નખત્રાણાના ચીફ ઓફિસર વિરૂદ્ધ છેક ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરવામાં આવી હતી. નખત્રાણાના જાગૃત્ત નાગરિકે પણ ઉચ્ચકક્ષાએ પુરાવા સાથે રજૂઆત કરી હતી. નખત્રાણા નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલીથી પ્રજાને છુટકારો મળ્યો છે. 

Comments

COMMENT / REPLY FROM