Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણાના તાલુકા સ્વાગતમાં શિક્ષણ, વીજતંત્ર અને પાણીના પ્રશ્નો છવાયા

25 August



ગેરકાયદે દબાણ અને જંગલ વિસ્તારમાંથી લાકડા કાપવા મુદ્દે પ્રશ્ન ઉઠ્યો 

નખત્રાણા - કચ્છ ઉદય :  તાલુકા સ્વાગત કાર્યક્રમ મામલતદાર રાકેશભાઈ પટેલના પ્રમુખસ્થાને યોજાયો હતો. જેમાં કુલ ૧ર પ્રશ્નો રજૂ થયા હતા. ધામાય ગામના આયર ખેતાભાઈએ સર્વ નં.૧૮૩ માલિકીની ખેતીમાં કેનાલ દ્વારા વરસાદી પાણીનું ધોવાણ, હેમાંગ નાકર દ્વારા નખત્રાણા પાંચાણીનગર નવાવાસ વિસ્તારમાં પીવાનું પાણી સમયસર ન મળતું હોવાનું, ટોડિયાના વાલ્કા મોટા પ્રા.શાળા જર્જરીત છે તે તોડી પાડવા, નાના કાદિયા તળાવમાં ખાનગી કંપની દ્વારા ઊભા કરાયેલા અવરોધ રૂપ વીજપોલ દૂર કરી તળાવ અને સંપતિને થયેલ નુકસાનની ભરપાઈ કરવા, રવાપર ગ્રા.પં. પીવાનું પાણી બાબત, માતાના મઢ - ગઢડા એસ.ટી. વાયા સાળંગપુર ચલાવવા, કોટડા (જ) સરકારી જમીનમાં સર્વે નં.૬૪૧ મા ૪૦ એકર ગેરકાયદેસર દબાણ હટાવી જમીન ખુલ્લી કરવા, કન્યા છાત્રાલયનો પ્રશ્ન હલ કરવા ઉપરાંત નખત્રાણા પશ્ચિમ રેન્જ - મોજે - બાગપાટ રક્ષિત જંગલમાં ગેરકાયદેસર રીતે અનામત ઝાડોનો કપાત - વેચાણ બાબત, વિથોણ ગામે સીસી રોડની હલકી ગુણવતા સહિતના ૧ર જેટલા પ્રશ્નો ઉઠાયા હતા. તાલુકા સ્વાગતમાં અરજદારો સહિત ટીડીઓ હાર્દિક ગઢવી, શિરસ્તેદાર શિવજીભાઈ પાયણ, ના.મા. નવિન પ્રજાપતિ, તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Comments

COMMENT / REPLY FROM