Trending News
ક્રાઈમ

સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પર ACB નો ડીકોય છટકો : ૧૦૦ની લાંચ લેવાના આરોપમાં બે લાંચીયા ઝડપાયા

25 August


લાકડા ભરેલા વાહનોના પાસમાં સિક્કો અને રજિસ્ટરમાં નોંધ માટે ૧૦૦થી ૧,૦૦૦ સુધીની લાંચ લેવાતી હોવાની રજૂઆતો બાદ ગાંધીધામ ACB એક્શનમાં : વનરક્ષકના કહેવા મુજબ ખાનગી વ્યક્તિએ ૧૦૦ સ્વીકાર્યા  : સમગ્ર રકમ રિકવર, તપાસનો દોર શરૂ

ભચાઉ/ગાંધીધામ : કચ્છ જિલ્લામાંથી લાકડા ભરીને પસાર થતા વાહનો પાસેથી સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ ખાતે કથિત રીતે ગેરકાયદેસર નાણાંની માંગણી થતી હોવાની રજૂઆતો બાદ ગાંધીધામ ACB દ્વારા ડીકોય છટકો ગોઠવી કાર્યવાહી કરવામાં આવી છે. ACB  વિગતો અનુસાર વાહતુક પાસમાં સિક્કો કરી રજિસ્ટરમાં નોંધ કરવાના બદલામાં રૂપિયા ૧૦૦ની લાંચ સ્વીકારવાના આરોપમાં એક ખાનગી વ્યક્તિ 
ઝડપાયો છે, જ્યારે આ કેસમાં ભચાઉ નોર્મલ રેન્જના એક વનરક્ષકને પણ આક્ષેપિત તરીકે દર્શાવવામાં આવ્યો છે.છઝ્રમ્ને ખાનગી રાહે એવી રજૂઆતો મળી હતી કે કચ્છ જિલ્લામાંથી લાકડા ભરીને જતા વાહનોને હાઇવે પર આવેલી સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ ખાતે વાહતુક પાસમાં સિક્કો કરી આપવા તથા રજિસ્ટરમાં નોંધ કરવા માટે વાહનચાલકો પાસેથી ૧૦૦થી લઈને ૧,૦૦૦ સુધીની ગેરકાયદેસર લાંચ માગી સ્વીકારવામાં આવતી હોવાનો આક્ષેપ છે.આ રજૂઆતોની ખરાઈ કરવા ACB મ્એ એક જાગૃત નાગરિકનો સહકાર મેળવી ૨૪ ઓગસ્ટના રોજ ડીકોય છટકાનું આયોજન કર્યું હતું. સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટની ઓફિસ ખાતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
છઝ્રમ્ની વિગતો મુજબ આ કેસમાં જામનસા ઓસામણ સૈયદ, રહે. બુઢાર મોરા, તા. અંજાર તથા હરેશભાઈ હેમરાજભાઈ ચૌધરી, વનરક્ષક, ભચાઉ નોર્મલ રેન્જને આક્ષેપિત તરીકે દર્શાવવામાં આવ્યા છે.ACB  આરોપ છે કે વનરક્ષક હરેશભાઈ ચૌધરીના કહેવા મુજબ જામનસા સૈયદે ડીકોયર પાસેથી વાહતુક પાસમાં સિક્કો કરી રજિસ્ટરમાં નોંધ કરી આપવાના અવેજમાં ૧૦૦ની લાંચની માંગણી કરી અને રકમ સ્વીકારી હતી. ડીકોય સફળ રહેતાં ૧૦૦ની લાંચની રકમ રિકવર કરવામાં આવી હતી.આ કાર્યવાહી કચ્છ (પૂર્વ) છઝ્રમ્ પોલીસ સ્ટેશન, ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી હતી. હવે આક્ષેપિતોની ચોક્કસ ભૂમિકા ઉપરાંત અગાઉ અન્ય વાહનચાલકો પાસેથી પણ આવી રીતે નાણાં લેવાયા હતા કે કેમ તે સહિતના મુદ્દાઓ તપાસમાં મહત્વના બની શકે છે.આ સંદર્ભે ગાંધીધામ એસીબીના શ્રી એચ વી ચૌધરીને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, લાકડા તથા કોલસાના જે વાહનો પસાર થતા હોય તેમને સુરજબારી પર વાહતુક પાસ-બિલ ટી પર સિક્કો મારવા પેટેની ૧૦૦ રૂપીયાની રકમ ઉઘરાવતા વનસરંક્ષક સહિતના બે વ્યકિતઅીને લાંચ સ્વીકારતા રંગે હાથ પકડયા છે. આ કામે  હકિકત એવી છે કે,  આ કામે ખાનગી રાહે મળેલ રજુઆતો જેમાં કચ્છ જિલ્લામાંથી લાકડા ભરીને જતા દરેક વાહનોને હાઈવે પર આવતી સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ ના અધિકારી કર્મચારીઓ તથા તેમના મળતીયાઓ દ્વારા લાકડા ભરેલ વાહનોના ચાલક પાસે વાહત્તુક પાસમાં  સિક્કા કરી આપવા અને રજીસ્ટર માં નોંધ કરવા બાબતે રૂ ૧૦૦/- થી લઈ ને ૧૦૦૦/-  સુધી ની ગેરકાયદેસર લાંચ ની માગણી કરી સ્વીકારતા હોય જે એ.સી.બી. ગાંધીધામને હકીકત મળેલ જે આધારે ડિકોયરશ્રીનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ જેમાં આ કામના આક્ષેપિત ૦૧ નાઓ આક્ષેપિત ૦૨ ના કહેવા મુજબ ડીકોયરશ્રી પાસેથી વાહતુક પાસ માં સિક્કા કરી નોંધ કરી આપવા ની  અવેજીમાં ડિકોયર શ્રી  પાસેથી આક્ષેપિત ૦૧ ના ઓ લાંચ  રૂ.૧૦૦/- ની માંગણી કરી ગેરકાયદેસરની લાંચ સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતેની કાર્યવાહી ટીમ શ્રી એચ.વી.ચૌધરી પીઆઈકચ્છ(પૂર્વ) એ.સી.બી. પો.સ્ટે. ગાંધીધામ દ્વારા કરવામા આવી છે.હવે આગળની તપાસ ભુજ એસીબી વિભાગને સોપવામા આવી છે એટલે વધુ આગળની કાર્યવાહીની વિગતો ભુજ એસીબી હસ્તક રહેશે.




..............


૧૦૦નો મામલો, પરંતુ સવાલ ૧૦૦થી ઘણો મોટો!

ગાંધીધામ : છઝ્રમ્ને મળેલી રજૂઆતોમાં લાકડા ભરેલા વાહનો પાસેથી ૧૦૦થી ૧,૦૦૦ સુધીની રકમ માગવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેથી આ ડીકોયમાં ભલે ૧૦૦ની રકમ પકડાઈ હોય, પરંતુ કથિત વસૂલાત કેટલા સમયથી ચાલતી હતી અને કેટલાં વાહનો પાસેથી નાણાં લેવાયા હતા તે તપાસનો મહત્વનો વિષય બની શકે છે.

............

સરકારી ચેકપોસ્ટ પર ખાનગી વ્યક્તિની ભૂમિકા શું?


ગાંધીધામ : સમગ્ર પ્રકરણમાં સૌથી મહત્વનો સવાલ એ છે કે ફોરેસ્ટ ચેકપોસ્ટની કામગીરીમાં ખાનગી વ્યક્તિની ભૂમિકા કેવી રીતે અને શા માટે હતી? છઝ્રમ્ના જણાવ્યા પ્રમાણે ખાનગી વ્યક્તિએ વનરક્ષકના કહેવા મુજબ લાંચ સ્વીકારી હોવાનો આરોપ છે. તેની હાજરી અને ભૂમિકા અંગે 
ઊંડાણપૂર્વક તપાસ થાય તો વધુ હકીકતો સામે આવી શકે છે.


..............

વાહનદીઠ વસૂલાત થતી હતી તો આંકડો કેટલો?

ગાંધીધામ : કચ્છમાંથી દરરોજ લાકડા ભરેલા કેટલાં વાહનો આ ચેકપોસ્ટ પરથી પસાર થાય છે અને જો વાહનદીઠ ૧૦૦થી ૧,૦૦૦ સુધીની કથિત વસૂલાત થતી હતી તો સમગ્ર વ્યવહાર કેટલો મોટો હોઈ શકે? આ દાવાની સત્યતા અને વ્યાપ હવે ACB  તપાસથી જ સ્પષ્ટ થશે.

 

Comments

COMMENT / REPLY FROM