Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લા યોગાસન સ્પોર્ટ્‌સ ચેમ્પિયનશિપમાં માતૃશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલયનો દબદબો

24 August


વિદ્યાર્થીઓએ કુલ ૧૪ મેડલ્સ પ્રાપ્ત કરી સંસ્થાનું નામ રોશન કર્યું

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા યોગાસન એસોસિએશન દ્વારા આયોજિત ૭મી કચ્છ જિલ્લા યોગાસન સ્પોર્ટ્‌સ ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭માં માતૃશ્રી આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ અને ગૌરવશાળી પ્રદર્શન કર્યું છે. આ સ્પર્ધામાં શાળાના જુનિયર, સબ-જુનિયર તેમજ સીનિયર (એ, બી, સી) વિભાગમાં આર્ટિસ્ટિક સિંગલ-ટ્રેડીશનલ, રિધૈમિક-આર્ટિસ્ટિક પેર જેવી વિવિધ શ્રેણીઓમાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના વ્યાયામ શિક્ષકના સતત માર્ગદર્શન, વિદ્યાર્થીઓની અથાક મહેનત, એકાગ્રતા અને અદ્ભુત યોગ-કળાના બળ પર શાળાના ખેલાડીઓએ કુલ ૧૪ મેડલ્સ પ્રાપ્ત કર્યા હતા, જેમાં ૫ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે કચ્છ અને ગુજરાતનું ગૌરવ એવા વર્લ્ડ ગોલ્ડ ચેમ્પિયન હીનાબેન રાજગોર તથા ‘કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ, ભુજના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, સંસ્થાના રમતગમતના સંચાલક ટ્રસ્ટી રામજીભાઈ સેંઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરી પ્રેરણા પૂરી પાડી હતી. આ શાનદાર સિદ્ધિ બદલ કચ્છી લેવા પટેલ સમાજ (ભુજ)ના પ્રમુખ વેલજીભાઈ રામજી પિંડોરિયા, સંસ્થાની ત્રણેય પાંખના ટ્રસ્ટીઓ, શાળાના પ્રિન્સિપાલ તેમજ કુમાર વિદ્યાધામના વ્યવસ્થાપકે તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી રાજ્ય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. 
------

Comments

COMMENT / REPLY FROM