Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉ પંથકમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો 

24 August



રિક્ટર સ્કેલ પર ૩.૩ ની તીવ્રતા નોંધાઈ :  ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૨૧ કિલોમીટર દૂર લલીયાણા ગામ નજીક નોંધાયું

ભુજ - કચ્છઉદય : ભૂકંપ સંભવિત ઝોન છ માં સમાવિષ્ટ કચ્છ જિલ્લામાં ભૂકંપના નાના-મોટા આજકા સમયાંતરે અનુભવાતા રહે છે. કચ્છ જિલ્લાના ભચાઉ આસપાસના વિસ્તારમાં ગત મોડી રાત્રે ધરા ધ્રુજી ઉઠી હતી. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મોડી રાત્રે આશરે ૧ઃ૩૦ વાગ્યાના સુમારે ભચાઉ પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આ આંચકાની તીવ્રતા ૩.૩ ની માપવામાં આવી હતી. સિસ્મોલોજીકલ રિસર્ચના અહેવાલ મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૨૧ કિલોમીટર દૂર પૂર્વ-દક્ષિણ દિશામાં આવેલા લલીયાણા ગામ નજીક નોંધાયું હતું. જમીનથી ૨૧ કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોડી રાત્રે અચાનક અનુભવાયેલા આ આંચકાને કારણે નિદ્રાધીન લોકો જાગી ગયા હતા, જોકે આંચકો મધ્યમ તીવ્રતાનો હોવાથી ક્યાંયથી પણ કોઈ જાનમાલના નુકસાન કે અનિષ્ટના સમાચાર પ્રાપ્ત થયા નથી, જેનાથી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.

 

Comments

COMMENT / REPLY FROM