Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાં અસામાજિક તત્વો - બુટલેગરો પર તવાઈ

24 August


મોડી રાત્રે પોલીસની અલગ-અલગ ટીમો મેદાનમાં ઉતરીઃ પ્રોહિબિશનના ૫ અને જુગારનો ૧ કેસ, ૫૭ વાહનોનું ચેકિંગ; ૧૩ અસામાજિક તત્ત્વો સહિત લિસ્ટેડ બુટલેગર અને હિસ્ટ્રીશીટરોની તપાસ

ગાંધીધામઃ સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ અને કોમ્બિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.અસામાજિક તત્ત્વો, હિસ્ટ્રીશીટરો (H.S.),MC.R. લિસ્ટેડ બુટલેગરો અને શંકાસ્પદ ઈસમોની તપાસ સાથે પ્રોહિબિશન, જુગાર, શરીર તથા મિલકત સંબંધિત ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા આરોપીઓના રહેણાંક-આશ્રયસ્થાનો અને તેમની હાલની પ્રવૃત્તિઓ અંગે ચકાસણી કરવામાં આવી હતી. મોડી રાત્રિ સુધી બેસી રહેતા અસામાજિક તત્ત્વો સામે પણ કાર્યવાહી કરવા પોલીસની અલગ-અલગ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી.ડ્રાઇવ દરમિયાન ઈંગ્લિશ દારૂનો ૧, દેશી દારૂના ૪, ગણનાપાત્ર જુગારનો ૧ તથા MV Act -૧૮૫ હેઠળ ૨ કેસ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૯ લિસ્ટેડ બુટલેગરો, ૨ H.S., ૧ M.C.R. અને ૧૩ અસામાજિક તત્ત્વોની તપાસ કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોના ભંગ બદલ MV Act હેઠળ ૧૫ N.C  કરી રૂ.૪,૪૦૦નો સ્થળ દંડ વસૂલાયો હતો, જ્યારે કુલ ૫૭ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કામગીરી ડીવાયએસપી મુકેશ ચૌધરી, ગાંધીધામ એ-ડિવિઝન પીઆઈ એમ.જે. રાઠોડ, પીએસઆઈ જે.ડી. પરમાર તથા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.


..................

સરપ્રાઈઝ ચેકિંગમાં પોલીસની કાર્યવાહી

• ઈંગ્લિશ દારૂનો કેસ — ૦૧ • દેશી દારૂના કેસ — ૦૪ • ગણનાપાત્ર જુગાર કેસ — ૦૧ • MV Act -૧૮૫ કેસ — ૦૨ • લિસ્ટેડ બુટલેગર ચેક — ૦૯ • H.S. ચેક — ૦૨ • M.C.R. ચેક — ૦૧ • અસામાજિક તત્ત્વો ચેક — ૧૩ • MV Act N.C. — ૧૫ • સ્થળ દંડ — રૂ.૪,૪૦૦ • વાહન ચેક — ૫૭

 

Comments

COMMENT / REPLY FROM