Trending News
ક્રાઈમ

અંજારમાં જુગારધામ પર પોલીસનો દરોડો, ૧૦ જુગારીઓ ઝડપાયા

24 August



રૂ.૮૨,૫૦૦ રોકડા સહિત કુલ રૂ.૧.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે


અંજાર પોલીસે વિજયનગર વિસ્તારમાં જુની કોર્ટ પાછળ રહેણાંક મકાન આગળ ખુલ્લી જગ્યામાં ચાલતા ઘાણીપાસાના જુગાર પર દરોડો પાડ્યો હતો. કાર્યવાહીમાં સંજય કરશનભાઈ મહેશ્વરી, પરેશ ભીમજીભાઈ જોગી, બાબુ ભારમલભાઈ જોગી, જેન્તીલાલ મનજીભાઈ સોરઠીયા, કલ્પેશ જયરામભાઈ સોરઠીયા, દર્શન ચન્દ્રકાન્તભાઈ જેઠવા, દેવશી રતનભાઈ મહેશ્વરી, વિજય હિરાલાલ સોરઠીયા, અનિલ લાલજીભાઈ સોરઠીયા અને ભરત ગોપાલભાઈ સોરઠીયા સહિત કુલ ૧૦ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી રૂ.૮૨,૫૦૦ રોકડા, રૂ.૧,૧૫,૫૦૦ની કિંમતના ૧૦ મોબાઈલ અને ઘાણીપાસાની એક જોડી મળી કુલ રૂ.૧,૯૮,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અંજાર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કામગીરી પીઆઈ એચ.એ. જાડેજા તથા અંજાર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM