આધોઈ-KASEZ સોપારી કાંડ : મહાદેવ જ સમગ્ર પ્રકરણનો ‘માસ્ટરમાઈન્ડ’
DRI કડક પૂછપરછ કરશે તો થશે વિસ્ફોટક ખુલાસા
ગાંધીધામ - કચ્છઉદય : કચ્છમાં ચકચાર જગાવનારા કરોડો રૂપિયાના આધોઈ સોપારી કૌભાંડમાં રોજ નવા વિસ્ફોટક વળાંકો આવી રહ્યા છે. સાયબર ક્રાઇમ બાદ હવે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ) એ આ કેસની બાગડોર હાથમાં લેતા સ્મગલિંગ સિન્ડિકેટના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માંથી ઓપરેટ થતા આ કૌભાંડનો સાચો માસ્ટરમાઈન્ડ ’મહાદેવ’ હોવાનું ચર્ચાવા પામી રહ્યુ છે. અને DRI ની તપાસ હવે તેના કોલર સુધી પહોંચે તો ઘણુ બધુ બહાર આવવા પામી શકે તેમ છે.આ કૌભાંડની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે કચ્છ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ ટીમે આધોઈ નજીકથી આશરે રૂ. ૧.૫ કરોડની સ્મગલ કરેલી ગિફ્ટ સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ તાર KSAEZ સુધી લંબાતા સાયબર ક્રાઇમે શરૂઆતમાં મોટો ધમધમાટ બતાવ્યો હતો, પરંતુ બાદમાં આખી તપાસ ઠંડા કલેકરે પડી ગઈ હોવાનો આક્ષેપ ઉઠ્યો હતો. જોકે, છેલ્લા ૧૫-૨૦ દિવસથી ડ્ઢઇૈં એ કેસમાં નવો પ્રાણ પૂંક્યો છે.DRI ના બે યુનિટોએ KASEZ ના એકમોમાં ચાર-પાંચ દિવસ સુધી પડાવ નાખી ઊંડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કેસ સાથે સંકળાયેલા એક યુનિટના માલિકની અટકાયત કરી તેને જેલ ભેગો કરી દેવાયો છે, જ્યારે જવાબદાર કસ્ટમ અધિકારીઓની પણ કડક પૂછપરછ હાથ ધરી નિવેદનો નોંધવામાં આવ્યા છે.હવે સૌની નજર DRI ની આગામી કાર્યવાહી પર ટકેલી છે. શું તપાસ એજન્સી તમામ દબાણોને વશ થયા વિના ’મહાદેવ’ સુધી પહોંચીને પૂછપરછ કરશે કે પછી સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દેવાશે? તે તો આગામી સમય જ બતાવશે, પરંતુ હાલ તો આ કેસના કારણે ઝોનમાં ચોરી-છૂપીથી કાળો કારોબાર કરતી ટોળકીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
.................
‘જયુ’ ના સ્ટેટમેન્ટથી ‘મહાદેવ’ અને ‘રાજેશ’ના નામો ખુલ્યાની ચર્ચા
ગાંધીધામ : તપાસ એજન્સીએ KASEZ માં ગોઠવણો પાર પાડનારા જયુ નામના શખ્સને તેડાવી તેની ઉલટતપાસ હાથ ધરી હતી. DRI સમક્ષ નોંધાવેલા સ્ટેટમેન્ટમાં જયુએ કબૂલાત કરી છે કે તે માત્ર ’મહાદેવ’ અને ’રાજેશ’ના સીધા આદેશો અને નિર્દેશો અનુસાર જ ઝોનમાંથી માલ ભરેલી ગાડીઓની આવ-જા ગોઠવતો હતો. જયુના આ વિસ્ફોટક સ્ટેટમેન્ટ બાદ હવે જો ડ્ઢઇૈંની તપાસનો લંબ મહાદેવ સુધી પહોંચશે, તો કરોડોના સોપારી દાણચોરીના નેટવર્કની ઝીણામાં ઝીણી વિગતો અને દેશની આર્થિક કમર તોડતા મોટા માથાઓના નામો બહાર આવે તેમ છે.
...................
તપાસ રોકવા ‘મારુત મોડેલ’ વાળી પ્રદીપ ટોળકી ના સામ-દામ-દંડ-ભેદના કમિશન
ગાંધીધામ : તપાસનો તાંતો મહાદેવ અને રાજેશ સુધી પહોંચતા જ KASEZ સ્થિત ’મારુતિ મોડેલ’ વાળી પ્રદીપ અને સુનિલ સહિતની ભ્રષ્ટ તોડકીમાં ભારે સોપો પડી ગયો છે. જાણકારોના જણાવ્યા મુજબ, જો મહાદેવ અને રાજેશની ધરપકડ થાય તો મારુતિ મોડેલ વાળા ભ્રષ્ટ તત્વોના તપેલા ચડી જાય તેમ છે અને તેમના સમયગાળામાં થયેલા ભૂતકાળના કૌભાંડો પણ ખુલ્લા પડી શકે છે. આથી, તપાસ એજન્સી કોઈપણ સંજોગોમાં મહાદેવ સુધી ન પહોંચે તે માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી દબાણ લાવવાના મોટા પાયે
ધમપછાડા શરૂ કરવામાં આવ્યા છે.

Comments