આધોઈ સોપારી કાંડમાં નવા કડાકા ભડાકા : કાસેઝના ફોલ્ડરીયા જયુ ને એજન્સીએ ઉઠાવ્યો : રાજેશ-મહાદેવ ના નામો ખુલ્યાની ચર્ચા
અબ આયેગા ઉંટ પહાડ કે નીચે.!
ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જ આઈજીની સાયબર ટીમ દ્વારા આધોઈ પાસે દોઢ કરોડની સોપાીર દાણચોરીનો ખુલાસો કર્યો હતો તે બાદ આ તપાસ અચાનક ઠંડા બક્ષામાં જ જતી રહી હતી પરંતુ પાછલા અમુક દીવસથી ડીઆરઆઈ દ્વારા આ સમગ્ર પ્રકરણમાં મુળીયા ઉલેચવાની દીશામાં તપાસ શરૂ કરાઈ છે. દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર કાસેજ સુધી તાર ધરાવતા આ કેસમાં ડીઆરઆઈ દ્વારા આધોઈ સોપારી કાંડમાં સ્થાનિકે બધો જ વહીવટ કરનાર અને માલ સગેવગે કરી બહાર કાઢવામાં ભુમિકા ભજવનાર જયુ નામના શખ્સને ડીઆરઆઈએ ઉઠાવી લીધો હતો અને તેના નિવેદનો લેવામા આવતા તેણે આ કેસમાં મહાદેવ અને રાજેશનું નામ ઓકી દીધુ હોવાનુ મનાય છે. હવે આ પ્રકરણમાં મહાદેવનું જો નામ ખુલશે તો ઘણુ બધુ બહાર આવશે. મહાદેવ જ લોકલમાં અધિકારીઓ સહિતનાોઅની સાથે બધી ગોઠવણી કરવામાં ભુભીકા ભજવી હોવાનુ મનાય છે. જયુના સ્ટેટમેન્ટ લીધા છે અને તેમાં રાજેશ અને મહાદેવ તરફ હવે આગળની દીશામાં તપાસ ચાલતા નવા રહસ્યો પરથી પડદો ઉચકાઈ શકે તેમ છે.
.......

Comments