કચ્છમાં NIA નો મોટો ધમધમાટ? : દરિયાઈ માર્ગે ચીન-પાકિસ્તાન કનેક્શનવાળા પ્રતિબંધિતCCTV કેમેરાના આયાતકાંડની તપાસ શરૂ
મુંદરાના વેરહાઉસમાં ૧૫થી વધુ કન્ટેનરનો ગુપ્ત જથ્થો હોવાની ચર્ચાઃ કેપ્ટાગોન ડ્રગ્સ કેસમાં ચમકેલા રાજુ, બંટી અને લાકડાના બની બેઠેલા ઠગભગત વેપારીનું નામ ફરી વિવાદમાં : દિલ્હીમાં પ્રતિબંધિત કેમેરા ઈન્સ્ટોલ કરતી વખતે ભાંડો ફૂટ્યો; તપાસના તાર કચ્છના દરિયાઈ માર્ગ સાથે જોડાયા
ગાંધીધામ : કચ્છનો સંવેદનશીલ દરિયાઈ વિસ્તાર ફરી એકવાર રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓના રડારમાં આવ્યો છે. ચીન અને પાકિસ્તાન કનેક્શન ધરાવતા અને ભારતમાં સંપૂર્ણપણે પ્રતિબંધિત એવા સીસીટીવી કેમેરાઓ દરિયાઈ માર્ગે આયાત કરીને દેશના પાટનગર દિલ્હી સુધી પહોંચાડી દેવાના મસમોટા કૌભાંડની ગંધ આવતા જ રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા મુંદરા આસપાસ વહેલી સવારથી ગુપ્ત રાહે દરોડા અને સઘન તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.જે રીતે ઈઝરાયેલ દ્વારા ઈરાનના સુપ્રીમ લીડર ખામેનાઈને સીસીટીવી કેમેરા લગાડી, સોફટવેર મારફતે ખામેનાઈની રજેરજની નજર રાખવામા આવતી હતી તે જ રીતે ચાઈનાના બનાવટના સીસીટીવી કેમેરા ભારતમાં ઘુસાડી અને ભારતની મહત્વપૂર્ણ તમામ હલચલ પર સીધી નજર નાપાક મુલક અને ચીન જેવા દેશો રાખી રહ્યા હોવાથી ચોકકસ કંપનીના અને ચાઈના બનાવટના સીસીટીવી કેમેરા ભારતમાં સરકારે ગેઝટ મારફતે પ્રતિબંધિત જોહર કરી દીધા છે, ઉપરાંત પણ આવા સીસીટીવી કેમેરા કચ્છના દરીાયઈ માર્ગેથી આયાત થઈ અને દિલ્હી સુધી પહેાચી ગયા હોવાની વાત ચર્ચામાં આવતા કેન્દ્રની એજન્સીઓ ચોકી ઉઠી છે. કચ્છના દરીાઈ માર્ગેથી આયાત થઈ અને દિલ્હી પહોચેલા સીસીટીવી કેમેરાઓ લગાડવાની ચાલતી પ્રક્રીયા વખતે તપાસ કરાતા મોટો ભાંડો ફુટયો અને કચ્છ સુધી તેનો રેલો લાંબાયો છે. પરતિબંધિત કેમેરા દિલ્હીમાં લગાવાતા હોવાની પુછતાછ ઝડપાયેલા શખ્સની કરવામા આવતા તેણે કચ્છના દરીાયઈ માર્ગેથી આ કેમેરા આયાત કર્યા હોવાનુ જણાવ્યુ છે અને કચ્છમાં મુંદરા આસપાસના કેાઈ વેરહાઉસમાં પણ તેનો જથ્થો કે કેન્ટેઈરનો પડયા હોવાની ચર્ચા સાથે રાષ્ટ્રીયની સૌથી મોટી એજન્સી એનઆઈએ આજે વહેલી સવારથી મુંદરામાં ત્રાટકી હાવેાની વાત સમો
આવી રી છે.
........
દિલ્હીમાં કેમેરા ઈન્સ્ટોલેશન વખતે ફૂટ્યો ભાંડો
ગાંધીધામ : ઈઝરાયેલ દ્વારા ઈરાનના વડાઓ પર સીસીટીવી અને સોફ્ટવેર મારફતે ગુપ્ત નજર રાખવાની ઘટનાઓ વચ્ચે, ભારત સરકારે દેશની સુરક્ષાને ધ્યાને રાખી ચોક્કસ ચાઈનીઝ કંપનીઓના કેમેરા પર ગેઝેટ બહાર પાડીને પ્રતિબંધ મૂકેલો છે. આ પ્રતિબંધિત કેમેરા દિલ્હીમાં ઈન્સ્ટોલ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે સ્થાનિક તપાસમાં એક શંકાસ્પદ શખ્સ પકડાયો હતો. તેની આકરા પાણીએ પૂછપરછ કરાતા તેણે આ કન્સાઈનમેન્ટ કચ્છના દરિયાઈ માર્ગેથી આયાત કર્યું હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. જેને પગલે કેન્દ્રીય એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.
..........
કેપ્ટાગોન ડ્રગ્સ કેસના જૂના ખેલાડીઓ ફરી શંકાના ઘેરામાં
ગાંધીધામ : ચર્ચા મુજબ, મુંદરામાં ભૂતકાળમાં ગાજેલા ‘જેહાદી ડ્રગ્સ‘ તરીકે ઓળખાતા કેપ્ટાગોન ડ્રગ્સ કેસમાં જે શખ્સોના નામો ઉછળ્યા હતા—જેમાં રાજુ, બંટી અને લાકડાના બની બેઠેલા વેપારીની ટોળકી મુખ્ય હતી—તે જ ઠગભગત વેપારીના વેરહાઉસમાં આ પ્રતિબંધિત સીસીટીવી કેમેરાનો મોટો જથ્થો પડ્યો હોવાની વિગતો બહાર આવી રહી છે.
.......
૧૫થી વધુ કન્ટેનરો પર NIA ની ગુપ્ત નજર ?
ગાંધીધામ :આજે વહેલી સવારથી જ દ્ગૈંછની ટીમે મુંદરા અને આસપાસના વેરહાઉસ વિસ્તારોમાં ધામા નાખ્યા છે. આશરે ૧૫થી વધુ કન્ટેનરોમાં આવી શંકાસ્પદ અને દેશની સુરક્ષા માટે ખતરનાક સામગ્રી હોવાની ચર્ચા સાથે ગુપ્ત આંકડાઓ અને રેકોડ્ર્સ ચકાસવામાં આવી રહ્યા છે. દેશની મહત્વપૂર્ણ હલચલ પર ચાઈનીઝ સોફ્ટવેરથી પાકિસ્તાન જેવા દેશો સીધી નજર રાખી શકે તેવા આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં એજન્સીઓએ તપાસનો દૌર તેજ કર્યો છે.
........

Comments