માળીયા હાઈવે પરથી કચ્છ આવતો ૨૪ લાખનો દારૂ પકડાયો
બોર્ડર રેન્જ ભુજ પોલીસે કરેલી તપાસમાં ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરાયો
ભુજ - કચ્છઉદય : બોર્ડર રેન્જ ભુજ પોલીસ દ્વારા માળિયા - મોરબી વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવતું હતું ત્યારે માળિયા - મોરબી નેશનલ હાઈવે પર ભીમસર ચોકડી પુલ નીચેથી ટ્રક નંબર જી.જે.૧૮ બીટી ૩ર૬ર ને અટકાવી તપાસ કરતા તેમાંથી ર૪ લાખનો દારૂ મળી આવ્યો હતો. બનાસકાંઠાના ધાનેરા ચેકપોસ્ટથી વાયા ડીશા, રાધનપુર, હારીજ, બેચરાજી થઈ વાયા માલવણ, ધ્રાંગધ્રા, હળવદ તરફથી આ ગાડી આવતી હતી. રસ્તો બ્લોક કરાવી તપાસ કરતા તાલપત્રી નીચે છુપાવેલ અલગ અલગ બ્રાન્ડના દારૂ અને બીયરની ૧૬૯ર૦ બોટલો, ટીન કબજે કરવામાં આવ્યા હતા. જેની કિંમત ર૪.૦૩ લાખ આંકવામાં આવી છે. આ સાથે ૧૦ લાખની ટ્રક કબજે કરવામાં આવી છે. રાજસ્થાનના ડ્રાઈવર ખેતારામ ઠાકુરામ માજીરાણાને પકડી માળીયા - મીંયાણા પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો. આ કામગીરીમં પીએસઆઈ એમ.એચ.જાડેજા, ડી. સી. ઠાકોર, એએસઆઈ રસીકભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા, કોન્સ્ટેબલ જયપાલસિંહ ઝાલા
વગેરે જોડાયા હતા.

Comments