Trending News
ક્રાઈમ

ગાગોદરના સોમાણીવાંઢમાં જુગારધામ પર દરોડો 

22 August




૬ ખેલીઓ ઝબ્બે : એક આરોપી નાસી છૂટવામાં સફળ

ગાગોદર - કચ્છ ઉદય : ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારના સોમાણીવાંઢ ગામે હનુમાનવાસની શેરીમાં લાઈટના થાંભલા નીચે ખુલ્લામાં જુગાર રમતા ૬ ઈસમોને પોલીસે ઝડપી લીધા છે, જ્યારે એક આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો છે.
પોલીસ કોન્સ્ટેબલ હસમુકભાઈ સેંધવ દ્વારા બાતમીના આધારે કરવામાં આવેલી આ રેઇડ દરમિયાન મેરાભાઇ બાબુભાઇ કોલી, બબાભાઈ ગણેશભાઇ કોલી, રમેશભાઇ લક્ષ્મણભાઇ કોલી, આનંદભાઇ જીવણભાઇ કોલી, પરબતભાઇ રામજીભાઇ કોલી અને પ્રવિણભાઇ ખેતાભાઇ કોલીને સ્થળ પરથી રોકડા રૂપિયા ૪,૮૩૦/-, રૂ. ૩૦,૦૦૦ની કિંમતના ૬ મોબાઇલ ફોન તથા ગંજીપાના મળી કુલ્લે રૂપિયા ૩૪,૮૩૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન રાયશીભાઇ દેવાભાઇ કોલી નાસી જતાં તેની શોધખોળ હાથ ધરાઈ છે. આ મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ ચૌધરીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Comments

COMMENT / REPLY FROM