Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામમાંથી ૮૦૪ કરોડ ના બોગસ સર્ટિ. કૌભાંડનો પર્દાફાશ

22 August

દેશવ્યાપી દરોડા બાદ આઈટી વિભાગનો મોટો ધડાકો




 ૪ CA સહિત ૯ સામે ગુનો નોંધાયો : આવકવેરા વિભાગ દ્વારા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ ફરીયાદ : 

ગાંધીધામમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વચેટીયાઓની સિન્ડિકેટ દ્વારા બનાવટી દસ્તાવેજોના આધારે સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાનું ભોપાળુંબહાર આવ્યું  : હજુ તો કઈક કડાકા - ભડાકા થશે



ગાંધીધામઃ આવકવેરા વિભાગ (Income Tax Department) દ્વારા દેશભરમાં હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ અને દરોડા ઓપરેશન દરમિયાન પૂર્વ કચ્છના વેપારી મથક ગાંધીધામ ખાતેથી એક અત્યંત ગંભીર અને દેશવ્યાપી તાર ધરાવતું કરોડો રૂપિયાનું આર્થિક કૌભાંડ સપાટી પર આવ્યું છે. દેશવ્યાપી તપાસના તાર ગાંધીધામની જાણીતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેઢીઓ સુધી લંબાતા આખરે આવકવેરા વિભાગ દ્વારા ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ૪ સીએ સહિત કુલ ૯ વચેટિયાઓ અને નાણાકીય ખેલંદાઓ સામે રૂ. ૮૦૪.૩૦ કરોડની છેતરપિંડી અંગેની સત્તાવાર ગુનાહિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસ મથકેથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર  ગાંધીધામમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વચેટીયાઓની સિન્ડિકેટ દ્વારા બનાવટી દસ્તાવેજોના આધારે સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાનું ભોપાળું બહાર આવ્યું છે. વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૬ દરમિયાન વિવિધ કંપનીઓના ‘ફોર્મ ૧૫ઝ્રમ્’ પ્રમાણપત્રોની કૂટ રચના (ખોટા દસ્તાવેજો) બનાવી, તેનો ખરા તરીકે ઉપયોગ કરી આવકવેરા વિભાગમાં રજૂ કરવામાં આવ્યા હતા.આ કૌભાંડ મારફતે વચેટીયાઓએ આર્થિક લાભ મેળવી કંપનીઓને રૂ. ૮૦૪.૩૦ કરોડનો ગેરકાયદે આર્થિક ફાયદો કરાવી આપી સરકાર સાથે મોટું કપટ આચર્યું છે. આ મામલે આવકવેરા વિભાગના નિખિલ શાંતિલાલ પાટીદારની ફરિયાદના આધારે ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસે સી.એ. પુનીલકુમાર દાંડ, સી.એ. નિખિલ મિશ્રા, સી.એ. રાહુલ સાધુ, કરણ અગ્રવાલ, રવિન્દ્ર કેલા, પ્રવિણ જૈન, શૈલેન્દ્ર શેહરાવત (સાહીલ/વકીલ), આલોક મિતલ અને અજયકુમાર અખાની સહિતના આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી પી.આઈ. એમ.જે. રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.


.........................



આવકવેરાના દરોડામાં બોગસ ફોર્મ ૧૫ CB કૌભાંડ પકડાયું

ગાંધીધામ : સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશવ્યાપી આઈટી દરોડા દરમિયાન ગાંધીધામ સ્થિત કેટલીક ઝ્રછ ઓફિસો અને નાણાકીય સલાહકારોના કાગળોની ગહન ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૪-૨૫ દરમિયાન વિવિધ કંપનીઓ અને સંસ્થાઓને વિદેશી ચુકવણીઓ કે નાણાકીય વ્યવહારો માટે જરૂરી એવા ‘ફોર્મ ૧૫CB’ (FROM 15 CB ) સર્ટિફિકેટ્‌સમાં મોટા પાયે કૂટ રચના (બનાવટી દસ્તાવેજો) આચરવામાં આવી હતી.આરોપીઓએ આવકવેરાના નિયમોની છટકબારીઓનો ઉપયોગ કરી ખોટા પ્રમાણપત્રો તૈયાર કર્યા હતા અને તેને સાચા તરીકે આવકવેરા વિભાગ સમક્ષ રજૂ કર્યા હતા. આ કૌભાંડ પાછળનો મુખ્ય હેતુ વચેટીયાઓ મારફતે મસમોટો આર્થિક લાભ મેળવવાનો તથા સંબંધિત કંપનીઓને ગેરકાયદેસર રીતે રૂ. ૮૦૪.૩૦ કરોડનો ટેક્સ કે નાણાકીય ફાયદો કરાવી આપી કેન્દ્ર સરકાર સાથે સીધી છેતરપિંડી કરવાનો હતો


...........

કરોડોના કૌભાંડની આ શખ્સો સામે નોધાઈ ફરીયાદ

આરોપીઓની યાદી :  
• સી.એ. પુનીલકુમાર અતુલકુમાર દાંડ (મે. પુનીલકુમાર દાંડ એન્ડ એસોસિએટ્‌સ, સેક્ટર-૮, ગાંધીધામ)
• સી.એ. નિખિલ અવધેશ મિશ્રા (મે. નિખિલ અવધેશ મિશ્રા, ગુરુકુલ સિટી સેન્ટર, વોર્ડ-૭, ગાંધીધામ)
• સી.એ. રાહુલ સાધુ (મે. રાહુલ સાધુ એન્ડ એસોસિએટ્‌સ, સેક્ટર-૮, ગાંધીધામ)
• કરણ પી. અગ્રવાલ (મે. કરણ પી. અગ્રવાલ એન્ડ એસોસિએટ્‌સ, આદિનાથ આર્કેડ-૨, ગાંધીધામ)
• પ્રવિણ જૈન 
શૈલેન્દ્ર શેહરાવત ઉર્ફે સાહીલ ભાઈ ઉર્ફે વકીલ સાહેબ 
• આલોક મિતલ અજયકુમાર અખાની 
પોલીસ અને આઈટી વિભાગની સંયુક્ત દિશામાં તપાસ દેશવ્યાપી દરોડાના તાર ગાંધીધામના આ કૌભાંડ સાથે જોડાવવાના કારણે આર્થિક ગુના નિવારણ શાખા અને આઈટી વિભાગ હરકતમાં આવ્યું છે. ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ અને UHC  દેવજીભાઈ ગામેતી દ્વારા આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. ઇ-સાક્ષ્ય અને ડિજિટલ પુરાવાઓ એકત્ર કરીને આંતરરાજ્ય કૌભાંડમાં સંકળાયેલા અન્ય મોટા ચહેરાઓ અને લાભાર્થી કંપનીઓ સુધી પહોંચવા કવાયત તેજ કરવામાં આવી છે.

......................

CA અને ૫ વચેટિયાઓ સામે ગંભીર કલમો હેઠળ એફ. આઈ. આર.

ગાંધીધામ : આવકવેરા વિભાગ દ્વારા અધિકૃત કરાયેલા અધિકારી નિખિલ શાંતિલાલ પાટીદાર (રહે. ભારતનગર, ગાંધીધામ) ની ફરિયાદના આધારે ગાંધીધામ ‘એ’ ડિવિઝન 
પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ (BNS) ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨) અને ૬૧(૨) હેઠળ ગુનાહિત કાવતરું, બનાવટી દસ્તાવેજો બનાવવા અને ઠગાઈનો ગુનો નોંધ્યો છે.

................

હવાલાકાંડમાં CA  દ્વારા ફોર્મ ૧૫ CB / ૧૫ CA સર્ટિફિકેટ આપવામાં આ થયેલી હશે ચૂક.!

*ઈનવોઈસ અને દસ્તાવેજોની ચકાસણીનો અભાવઃ શું સી.એ. દ્વારા નિકાસકારના વાસ્તવિક બિલ, શિપિંગ બિલ અને ચુકવણીના આધાર-પુરાવા ચકાસ્યા વિના જ સર્ટિફિકેટ ઈશ્યૂ કરી દેવાયા હતા? *ઓવર-વેલ્યુએશનને મંજૂરીઃ માલની વાસ્તવિક કિંમત કરતાં અનેક ગણી વધુ કિંમત દર્શાવેલા ઈનવોઈસને યોગ્ય ચકાસણી વગર કેવી રીતે પ્રમાણિત કરવામાં આવ્યા? *TCAI ના SOP નું ઉલ્લંઘન : સીએ સંસ્થાના નિયમ મુજબ નોન-રેસિડેન્ટને નાણાં મોકલતા પહેલા ટેક્સ કાયદાના પાલનની ખાતરી કરવાની હોય છે, શું અહીં યોગ્ય ડ્યુ ડિલિજન્સ“ કરવામાં આવ્યું નહોતું? *ફેક વેન્ડર અને શેલ કંપનીઓઃ જે ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થઈ રહ્યા હતા તે કંપનીઓની વાસ્તવિકતા તપાસવામાં સીએ નિષ્ફળ રહ્યા કે ભાગીદાર બન્યા?

............
ગાંધીધામ-મુંદરાના ચકચારી કાંડમાં બેંકોનો રોલ અને ગંભીર બેદરકારી

*KYC અને સોર્સ ઓફ ફંડ આટલી મોટી રકમનું વિદેશી રેમિટન્સ થતું હતું ત્યારે બેંકોએ નિકાસકારના ખાતા અને ફંડના સોર્સ અંગે KYC  નિયમોનું કડક પાલન કેમ ન કર્યું?  *(એન્ટી-મની લોન્ડરિંગ) એલર્ટઃ શંકાસ્પદ અને મોટી રકમના વ્યવહારો પર બેંક સિસ્ટમ દ્વારા ઓટોમેટિક એલર્ટ જનરેટ થયા હતા કે નહીં?*ફોર્મ ૧૫CA /૧CB મ્ની આંધળી સ્વીકૃતિઃ શું બેંક અધિકારીઓએ સી.એ. સર્ટિફિકેટના આધારે આંખ બંધ કરીને ફંડ વિદેશ ટ્રાન્સફર થવા દીધું?
આ સમગ્ર પ્રકરણમાં તપાસ એજન્સીઓ આ તમામ વિગતો ઊંડાણપૂર્વક ચકાસી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.


...................

શિપિંગ એજન્ટોની શંકાસ્પદ ભૂમિકા

• બોગસ બિલ ઓફ લેડિંગ (B/L)ઃ શું માલ મોકલ્યા વગર જ શિપિંગ એજન્ટો દ્વારા ખોટા બોગસ 
શિપિંગ દસ્તાવેજો તૈયાર કરી આપવામાં આવ્યા હતા? •કન્ટેનર અને કાર્ગો વેલ્યુમાં હેરાફેરીઃ  કન્ટેનરમાં મોકલાયેલા માલનો વાસ્તવિક જથ્થો અને ગુણવત્તા પોર્ટ રેકોર્ડ સાથે મેળ ખાતી હતી કે કેમ?• કસ્ટમ્સ સેટિંગ અને રેકેટઃ પોર્ટ અને કસ્ટમ્સ ક્લિયરન્સ પ્રક્રિયા દરમિયાન તપાસ ટાળવા શિપિંગ એજન્ટોએ શું મિલીભગત કરી હતી?

Comments

COMMENT / REPLY FROM