Trending News

રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોમાં ભચાઉના કુલદીપસિંહ એમ. જ...

ભુજના લગ્નપ્રસંગમાં કરાયેલા એસીડ અટેકના કેસમાંં તમ...

કચ્છમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણી સંદર્ભે કલેક્ટરના અ...

પત્રકારોએ કોઠાસૂઝથી રસ્તો બનાવી સ્વ કેડી કંડારવી જ...

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા કચ્છ પ...

કચ્છી લેવા પટેલ સમાજનાં ખેલાડી કેયુર આશાણીની ૧૧મી....

લેવા પટેલ હોસ્પિટલમાં હવે મળશે સ્કીનની અદ્યતન સારવ...

પૂરના પાણીમાંથી બચાવાયેલી માદા હાથી ‘જોયમોતી’ને હો...

ગાંધીધામના સોનલનગરમાં યુવતીના રહસ્યમય મોતકાંડમાં ભ...

આડેસરના શનવાંઢ- ભીમાસરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી...

કચ્છમાં ‘જળ સંચય’ના નામે કરોડોની ખનીજચોરીનું મોટું...

કંડલાના નાપાક ખજૂર કાંડની તપાસનો રેલો ઝોન ભણી ફંટા...

સ્થાનિક સમાચાર

ભુજના લગ્નપ્રસંગમાં કરાયેલા એસીડ અટેકના કેસમાંં તમામ પ આરોપીઓનો નિર્દોષ છૂટકારો

21 August



ભુજ - કચ્છઉદય : ભુજના લગ્નપ્રસંગમા કરવામા આવેલ એસીડ અટેકના કેસમાંં તમામ પ આરોપીઓનેે અધિક સેશન્સ જજે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
આ કેસની વધુ વિગતો મુજબ તા. ૨૯/૪/૨૦૨૪ના રોજ ભટ્ટી પરિવારમા લગ્ન પ્રસંગ હતો તે દરમ્યાન ફુલ સ્પીડમાં સ્કુટર ચલાવવા બાબતે બોલાચાલી થયા બાદ ભટ્ટી પરિવાર અને ખત્રી પરિવાર વચ્ચે ધોકા, લોખંડની ટામી વગેરે ઘાતક હથિયારો સાથે ગેરકાયદેસરની મંડળી રચી એસીડ જેવા જલદ પદાર્થથી એસીડ અટેકનો ગુનો કર્યા બાબતની ફરિયાદ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી.  આ બનાવ ભુજ શહેરમા ચર્ચાનો વિષય બન્યો હતો. આ કેસ અધિક સેસન્સ જજ ટી.એન. ખંધાડિયાની કોર્ટમા ચાલી જતા ૨૧ સાક્ષીઓ, ર૪ જેટલા દસ્તાવેજી આધાર પુરાવાઓ તથા બચાવપક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઈ તમામ પાંચ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરાયો હતો.
આ કામે આરોપી આદમ અબ્દુલ અઝીઝ ખત્રીના એડવોકેટ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ એન. ગઢવીએ હાજર રહીને દલીલો કરી હતી. ઉમેર સુમરા, રાજેશ ગઢવી, રામ ગઢવી, જય કટુવા અને અંકીત ભાનુશાલી તેમની સાથે હાજર રહ્યા હતા.
------------

Comments

COMMENT / REPLY FROM