Trending News
ક્રાઈમ

ગાંધીધામના સોનલનગરમાં યુવતીના રહસ્યમય મોતકાંડમાં ભેદભરમ : સીસીટીવી ફુટેજની ચકાસણી કરો.!

21 August



ઘરમાં અગમ્ય કારણોસર મૃત હાલતમાં મળી યુવતી; ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ PSI વી.એચ. ઝાલાને સોંપી 

ગાંધીધામ : શહેરના ભારતનગર નજીક જનતા કોલોની સામે આવેલા સોનલનગર વિસ્તારમાં ૨૪ વર્ષીય યુવતીનું અગમ્ય કારણોસર મોત થતાં ચકચાર મચી ગઈ છે. ઘરમાં બહારથી લોક કોણે માર્યું તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે. જો પોલીસ આસપાસના CCTV ફૂટેજની ચકાસણી હાથ ધરે તો આ રહસ્યમય બનાવમાં અનેક મહત્વના સુરાગ મળી શકે તેવી શકયતાઓ નકારી શકાય તેમ નથી.  હાલ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સોનલનગરમાં મકાન નંબર ૫૦ ખાતે રહેતી મિનાક્ષી લાલસિંહ પરિહાર (ઉ.વ. ૨૪) તા. ૧૭ ઓગસ્ટના સવારે ૧૦ વાગ્યાથી તા. ૨૦ ઓગસ્ટ દરમિયાનના સમયગાળામાં પોતાના જ ઘરમાં અગમ્ય કારણોસર મૃત્યુ પામેલી હાલતમાં મળી આવી હતી. આ બનાવ અંગે ભવરલાલ લક્ષ્મણજી આહીર (ઉ.વ. ૫૦) દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.ઘટનાને ધ્યાને લઈ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોત રજી.નં. ૦૦૨૫/૨૦૨૬ હેઠળ BNSS કલમ ૧૯૪ મુજબ ગુનો નોંધી તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને ઇન્ક્‌વેસ્ટ પંચનામા માટે જાણ કરી છે. યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા તેમજ તમામ દિશાઓમાં આગળની તપાસ PSI  વી.એચ. ઝાલા ચલાવી રહ્યા છે. આવા સમયે જાણકારો કહી રહ્યા છે કે, જે રીતે યુવતીનો મૃતદેહ મળ્યો છે તેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. કોહવાયેલી ડેડબોડી મળી આવી છે તો પછી ઘરનો દરવાજો બહારથી કોણે બંધ કર્યો હતો? જો અપમૃત્યુ આપઘાત હોય તો બહારથી દરવાજો લોક કેમ કરવામા આવ્યો? આસપાસના સીસીટીવી ફુટેજ એકત્રિત કરવામા આવે તો કદાચ પોલીસને આ કેસની તપાસમાં ઘણી બધી મહત્વપૂર્ણ કલુ પ્રાપ્ત થવા પામી શકે તેમ છે.આ સંદર્ભે તપાસનીશ પોલીસ અધિકારી શ્રી ઝાલાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ડેડબોડી જામનગર મોકલી આપેલ છે,  તે રીપોર્ટ આવ્યા બાદ આગળનું ચિત્ર સ્પષ્ટ થશે. તમામ એંગલને ધ્યાને રાખીને આ કેસની ચોકકસથી તપાસ કરવામા આવશે તેવો વિશ્વાસ શ્રી ઝાલાએ આપ્યો હતો
.

Comments

COMMENT / REPLY FROM