Trending News
ક્રાઈમ

આડેસરના શનવાંઢ- ભીમાસરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, રૂ.૯૫,૨૦૦નો મુદ્દામાલ જપ્ત

21 August


આડેસર પોલીસની સફળ રેઈડઃ ૨,૯૦૦ લીટર દેશી દારૂનો આથો અને ૧૩.૫ લીટર તૈયાર દારૂ સાથે એક આરોપી ઝડપાયો

આડેસરઃ પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત આડેસર પોલીસે શનવાંઢ ભીમાસર, તા. રાપર ખાતે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. પોલીસે શીવાભાઈ મોહનભાઈ કોલી (ઉ.વ.૨૮, રહે. શનવાંઢ ભીમાસર)ને ઝડપી પાડ્યો હતો.કાર્યવાહી દરમિયાન ૨,૯૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો કિંમત રૂ.૭૨,૫૦૦, ૧૩.૫ લીટર તૈયાર દેશી દારૂ કિંમત રૂ.૨,૭૦૦ તથા રૂ.૨૦,૦૦૦નો મોબાઇલ ફોન મળી કુલ રૂ.૯૫,૨૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર અને ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાની સૂચના-માર્ગદર્શન હેઠળ આડેસર પીઆઈ જે.બી. આચાર્યના માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફે આ કાર્યવાહી કરી હતી.

Comments

COMMENT / REPLY FROM