કંડલાના નાપાક ખજૂર કાંડની તપાસનો રેલો ઝોન ભણી ફંટાયોઃ ડીઆરઆઈની કડક તપાસથી દાણચોર ટોળકીમાં ભારે સોપો
ગાંધીધામના વેપારીનો આઈકાર્ડ કેમ અને કોણે બનાવી દીધો?
ડીઆરઆઈએ કયા નિવૃત્ત સુરક્ષાકર્મી - કમ્પ્યુટર ઓપરેટરની કરી પૂછપરછ? : આધોઈ સોપારી કાંડ બાદ હવે કંડલા ખજૂર કાંડમાં પણ ઝોન તરફ લંબાયો તપાસનો છેડો : કાસેઝના એક નિવૃત સુરક્ષા સલગ્ન કર્મી અને એક વહીવટીક્ષેત્રમાં કોમ્યુટર કક્ષાએ સેાવરત રહેલાઓને બોલાવી, છાનબીન-પુછતાછ કરી હોવાની સામે આવી રહી છે ચર્ચા
ગાંધીધામ : ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ ની કડક અને તટસ્થ કાર્યવાહીના કારણે ગાંધીધામ, કંડલા અને કાસેઝ સંકુલની દાણચોર ટોળકીઓમાં ભારે સોપો પડી ગયો છે. એક તરફ ડીઆરઆઈ દ્વારા આધોઈ સોપારી કાંડમાં કસ્ટમ્સ ઝોનના ત્રણ અધિકારીઓને તેડાવીને આકરી ઉલટતપાસ શરૂ કરાઈ હોવાની ચર્ચા છે, તો બીજી તરફ હવે કંડલામાંથી ઝડપાયેલા રૂ. ૩ કરોડના ખજૂર કૌભાંડનો રેલો પણ ઝોન ભણી લંબાતાં ખળભળાટ મચી ગયો છે. કંડલાના ત્રણ કરોડના ખજુરકાંડ કેસમાં દિલ્હીથી અમદાવાદ અને અમાવાદા કચ્છ સુધી તપાસના આદેશોનો ધમધમાટ આદરાઈ રહ્યો છે. આવામાં તપાસનીશ એજન્સીએ ગાંધીધામના વેપારીને પકડી અને જેલભેાગે કરી દીધો છે, સીએચએ વચેટીયા ભાડુઆતી તત્વની પણ ક્રોસ તપાસ સતત કરાઈ રહી છે તેવામાં હવે આ પ્રકરણમાં ઝોન બાજુ પણ એક છેડો તપાસનો લંબાયો છે. જાણકારોની વાત માનીએ તો કંડલાના રૂ. ૩ કરોડના ખજૂર કાંડમાં દિલ્હીથી અમદાવાદ અને અમદાવાદથી કચ્છ સુધી તપાસના આદેશોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ પ્રકરણમાં તપાસનીશ એજન્સીએ અગાઉ ગાંધીધામના વેપારીની ધરપકડ કરી તેને જેલહવાલે કર્યો છે, જ્યારે વચેટિયા ભાડૂતી તત્વો અને સીએચએની પણ સતત ક્રોસ તપાસ ચાલી રહી છે.દરમિયાન, આ કેસમાં હવે ઝોન તરફ તપાસનો નવો છેડો ખૂલ્યો છે. ચર્ચાતી વિગતો મુજબ, ગાંધીધામના પકડાયેલા વેપારીનો ઝોનનો આઈકાર્ડ (ઓળખપત્ર) પણ બની ગયો હતો. આ આઈકાર્ડ કોણે અને કેવી રીતે બનાવી આપ્યો? તે દિશામાં છાનબીન કરવા ડીઆરઆઈએ કાસેઝના એક નિવૃત્ત સુરક્ષાકર્મી અને કમ્પ્યુટર ઓપરેટરને બોલાવીને ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી હોવાની ચર્ચા છે.““સૂત્રોના જણાવ્યા અનુસાર, કમ્પ્યુટર ઓપરેટર સંપૂર્ણ નિર્દોષ છે. પુર્વ સુરક્ષાકર્મીની પૂછપરછ દરમિયાન કમ્પ્યુટર ઓપરેટરનું નામ સામે આવતાં તેની માત્ર વિગતો મેળવવા ખાતર પૂછપરછ કરાઈ હોવાનું મનાય છે. ડીઆરઆઈ હવે આ કૌભાંડમાં ઝોનના અન્ય નેટવર્ક તરફ તપાસ ઝડપી બનાવી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં વધુ કેટલીક ચોંકાવનારી કડીઓ અને મોટા માથાઓ ખુલ્લા પડે તો નવાઈ નહીં.

Comments