મહેફિલે બાગ-એ-રસુલ કમિટીની ઈદ જુલશ અંગે મિટીંગ મળી
ભુજ - કચ્છઉદય : મહેફિલે બાગ-એ-રસુલ કમિટી ભુજના પ્રમુખ સૈયદ અહમદશા અલહુશેનીના અધ્યક્ષ સ્થાને ચાકીવાલી મદીના મસ્જિદમાં મળેલી મિટિંગમાં ઈદ જુલુસમાં જોડાવવા અગત્યની સૂચનાઓ અપાઈ હતી, જેમાં જુલુસમાં ડીસીપીલિન જાળવી લાઈનમાં ચાલવા, તંત્રને પૂરેપૂરો સહયોગ આપી ટ્રાફિક પોલીસના નિયમોનું પાલન કરવા, જુલુસ દરમિયાન ડીજે ન વગાડવા, જુલુસમાં મોટા વાહનો ન લઈ આવવા, સમગ્ર રૂટ સવારના ૯ કલાકે સ્ટાર્ટ થશે, જે ભુજ ભીડ આઝાદ ચોકથી ન્યૂ સ્ટેશન રોડ થઈ બસ સ્ટેશન અને હમીરસર તળાવ થઈ ને ઇદગાહમાં જુલુસ ૧ વાગ્યા સુધીમાં સલાતો સલામ અને દુવાએ ખૈર સાથે પૂરૂ કરવામાં આવશે તેવું જણાવાયું હતું. જુલુસને સફળ બનાવવામાં મદદરૂપ થનારા તમામ આશેકાને રસૂલને હાજરી આપવા આમંત્રણ પાઠવાયું હતું
આ મિટીગમાં પ્રમુખ અહમદશા અલહુસેની, સૈયદ નશીબશા, મહામંત્રી અલીમોહમ્મદ જત, ઉપપ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રા, મહમદ સિદ્દીક જુણેજા, જુમ્મા ઈશા નોડે, હાજીઅલી નવાઝી, અખ્તર લાંગાય, ઇમરાન રાઠોડ, મહમદ ખલીફા, ગની હાજીતાલબ કુંભાર, ઇમરાન નોડે, મૌલાના કૌસર આલમ, મૌલાના સલીમ ચાકી વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.
----

Comments