ગાંધીધામ આઈટી તવાઈ નો રેલો હવે મુંદરા તરફ ફંટાયો : ૧૦૦૦ કરોડથી વધુના કન્ટેનર કૌભાંડ પર તવાઈ..!
કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાં આઈટીના ૪૦૦થી વધુ અધિકારીઓની ર૦૦થી વધુ ગાડીઓના કાફલા સાથે ઠેર ઠેર ચાલતી તપાસમાં વધુ નવો ખુલાસો : મુંદરામાં વર્ષ ર૦૧પમાં ખુલેલા ખાલી કન્ટેઈનર હવાલા કાંડનું જ પુનરાવર્તન ઝડપાયું : વધુ ખુલાસા અંતિમ તપાસ બાદ આવશે સામે
ગાંધીધામમાથી અમુક શીપીંગ કંપની, રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો સહિતનાઓ આઈટી વિભાગના છે રડારમાં : શહેરની અમુક ખાનગી બેંકોમાં તો ૧પથી વધુ જેટલા ખાતાઓ સિઝ કરવામા અવ્યા હોવાની પણ છે ચકચાર
ગાંધીધામમાં એક સીએ ફર્મ પર આજે પણ આઈટી વિભાગની ચાલી રહી છે તપાસ : પાછલા ત્રણેક દીવસથી અહી આઈટી વિભાગે નાખ્યો છે પડાવ
ગાંધીધામ : કચ્છ, સૌરાષ્ટ્ર અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ઇન્કમટેક્સ વિભાગની ૨૦૦થી વધુ ગાડીઓ અને ૪૦૦થી વધુ અધિકારીઓની ટીમે છેલ્લા ત્રણ દિવસથી મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હવાલા કૌભાંડ,
એક્સપોર્ટ ઇન્વોઇસમાં ઓવર-વેલ્યુએશન અને કરચોરી અંગે ચાલી રહેલા આ દરોડામાં ગાંધીધામના ૪ નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તથા અનેક રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકો આઇટીની રડારમાં આવી છે. દરોડા દરમિયાન મળેલા બોગસ દસ્તાવેજોના આધારે એક અત્યંત ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી પ્રકાશમાં આવી છે. આંતરરાષ્ટ્રીય શિપિંગ અને કન્ટેનર લાઇન કંપનીઓ ભારત સરકારના કસ્ટમ્સ નોટિફિકેશન નંબર ૧૦૪/૯૪-ઝ્રેજ નો ગેરલાભ ઉઠાવી રહી હતી. આ નિયમ હેઠળ આયાત-નિકાસના માલસામાનની હેરફેર માટે આવતા કન્ટેનર્સ પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ મળે છે, શરત માત્ર એટલી કે કન્ટેનર ચોક્કસ સમયમર્યાદામાં ભારત બહાર પરત મોકલવાનું હોય છે.પરંતુ, કેટલીક શિપિંગ કંપનીઓએ આ કન્ટેનર્સને ભારતમાંથી બહાર મોકલવાને બદલે સ્થાનિક ભારતીય બજારમાં ગેરકાયદેસર રીતે વેચી માર્યા હતા. મુંદ્રા કસ્ટમ્સ સમક્ષ કન્ટેનર વિદેશ મોકલી આપ્યા હોવાના બોગસ અને બનાવટી દસ્તાવેજો રજૂ કરી લાખો-કરોડો રૂપિયાની કસ્ટમ ડ્યુટીની સીધી ચોરી કરવામાં આવી રહી હતી.
..........
૨૦૧૫માં સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આ જ કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો
આ જ અધિકારીએ કાસેઝમાં પણ દાણચોરી ટોકળીમાં પાડી દીધો હતો સોપો : ભલભલા ચમરબંધીઓની દાણચોરી-મિસડીકલેરેશન-હવાલા રેકેટ પર આ અધિકારીઓએ મારી દીધો હતો મોટો બ્રેક : તો કઈકના ચહેરાઓ પણ કરી દીધા હતા બેનકાબ
ગાંધીધામ : વિશેષ વાત એ છે કે, આજે ૨૦૨૬માં જે મોડસ ઓપરેન્ડી મોટી હેડલાઇન બની છે, તેને વર્ષ ૨૦૧૫માં જ મુંદ્રા પોર્ટ પર ઇશ્ૈં (રિસર્ચ એન્ડ ઇન્ટેલિજન્સ) શાખાના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા કસ્ટમના જાબાંજ અધિકારી દ્વારા શોધી કાઢવામાં આવી હતી.તે સમયે આ મોડસ ઓપરેન્ડીને અત્યંત સચોટતાથી ક્રેક કરીને સરકારી તિજોરીને થતું કરોડો
રૂપિયાનું નુકસાન અટકાવવામાં આવ્યું હતું. આ ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવાન કામગીરી માટે સંબંધિત સુપ્રિન્ટેન્ડન્ટને વિભાગ તરફથી રૂ. ૧,૦૦૦,૦૦૦ (એક લાખ) નો મહત્તમ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.
..........
નવા અધિકારીઓ માટે ‘કેસ સ્ટડી’ અને ચેતવણી
ગાંધીધામ : સરકારી મહેસૂલની સુરક્ષા માટે આ મોડસ ઓપરેન્ડી કસ્ટમ્સ વિભાગમાં જોડાતા નવા અધિકારીઓ માટે એક આદર્શ કેસ સ્ટડી સમાન છે. ભૂતકાળમાં પકડાયેલા આ કેસ અને હાલમાં આઇટી વિભાગ દ્વારા ઝડપાયેલા કૌભાંડથી એ સ્પષ્ટ થાય છે કે, નોટિફિકેશન ૧૦૪/૯૪-ઝ્રેજ હેઠળ આવતા કન્ટેનર્સના રી-એક્સપોર્ટ દસ્તાવેજોની ફિઝિકલ અને ડિજિટલ ચકાસણી કેટલી અત્યાવશ્યક છે.કસ્ટમ્સ વિભાગના તમામ નવનિયુક્ત અધિકારીઓને આ મોડસ ઓપરેન્ડીથી માહિતગાર કરવામાં આવી રહ્યા છે જેથી ભવિષ્યમાં શિપિંગ લાઇનો દ્વારા આ પ્રકારે થતી કરચોરી પર સંપૂર્ણપણે લગામ લગાવી શકાય.
........

Comments