Trending News

ગાંધીધામ આઈટી તવાઈ નો રેલો હવે મુંદરા તરફ ફંટાયો :...

ભાવનગર લઠ્ઠાકાંડના કચ્છ કનેક્શનની ચકચાર ખળભળાટઃ  ભ...

માધાપરની સનરાઈઝ સીટીમાં ઘરફોડ ચોરી : બે લાખનો મુદ્...

ભુજના સ્મૃતિવન ખાતે ‘વર્લ્ડ ફોટોગ્રાફી ડે’ નિમિત્ત...

કચ્છ યુનિ ખાતે કાયદા વિભાગમાં ‘લીગલ સર્વિસ ક્લિનિક...

મહિલા કલ્યાણ દિવસની ઉજવણીના ભાગરૂપે જાગૃતિ સેમિનાર...

નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસ નિમિતે....

ભુજ ઈંગ્લિશ સ્કૂલમાં સ્વતંત્રતા પર્વ ઉજવાયો

૧૦૦ ફૂટ ઉંડા કુવામાંથી બિલાડીનું રેસ્કયું કરાયું 

કચ્છના વારસાને પ્રવાસન સાથે જોડવા મહત્વપૂર્ણ ચર્ચા

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લખપત દ્વારા ગ...

કે.સી.એ.ની આંતર જિલ્લા અંડર-૨૩ ટીમની જાહેરાત

ક્રાઈમ

માધાપરની સનરાઈઝ સીટીમાં ઘરફોડ ચોરી : બે લાખનો મુદ્દામાલ ઉસેડાયો

20 August




એશિયાના ધનિક ગણાતા ગામમાં વારંવાર ઘરફોડ ચોરીના બનાવો અને આરોપીઓ પકડાતા નથી : માધાપરમાં રહેણાંકો વધી રહ્યા છે પરંતુ સુરક્ષાની કોઈ જવાબદારી નહીં



ભુજ - કચ્છઉદય : એશિયાના ધનિક ગણાતા માધાપર ગામમાં અવારનવાર ઘરફોડ ચોરીના બનાવો બને છે. ગુનાખોરી અટકાવવા માટે બી ડીવીઝનમાંથી માધાપરને અલગ થાણું બનાવાયું હતું. જો કે પરિસ્થિતિમાં કોઈ જ સુધારો થયો નથી. અવારનવાર માધાપરના રહેણાંક વિસ્તારોમાં શંકાસ્પદ ઈસમોના આંટાફેરા, કેમેરામાં શંકાસ્પદ કેદ થવા, ચોરીના બનાવો સામાન્ય બની ગયા છે. વાડી વિસ્તારોમાં લોકોની હાજરી ન હોય ત્યાંથી કેબલ ચોરાય  પરંતુ રહેણાંક વિસ્તારોમાં પણ મોટી ચોરીને અંજામ આપવામાં આવે છે. જોવા જઈએ તો પોલીસનું નેટવર્ક નબળું પડી ગયું હોય તેવું લાગી રહ્યું છે. 
આ બાબતે મળતી વિગતો મુજબ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં સનરાઈઝ સીટી ખાતે આવેલા મકાનમાંથી ચોરી થઈ હતી. ૮ ઓગસ્ટના રાત્રીના ૧૧ વાગ્યાથી ૧૩ ઓગસ્ટના સાંજ સુધી આ બનાવ બન્યો હતો. ફરિયાદી વેપારી દિપકકુમાર શંકરલાલ ઠક્કરના જણાવ્યા પ્રમાણે કોઈ ચોર ઈસમ દ્વારા ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં રાખેલ સોનાનું બે તોલાનું મંગલસુત્ર, ૧ તોલાની ચેઈન, કાનમાં નાખવાની પોણા તોલાની માધાપરની સનરાઈઝ૮ બુટી તેમજ તિજોરીમાં રહેલા ચાંદીની બે જોડી પાયલ, સાત સિક્કા મળી કુલ્લ ૧,૯૯,પ૦૦ ના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. આ બાબતે માધાપર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે મહત્વનું છે કે, માધાપર ચારેય દિશામાં ફેલાયેલું છે. અગાઉ માત્ર ગોકુલધામ પછી વસાહતો ન હતી. પરંતુ તે બાદ ઘણી વસાહતો આકાર પામી છે. બીજી તરફ પંકજ નગર, કોટકનગર સહિતના  વિસ્તારોને જોડી છેક ગંગેશ્વર સુધી મકાનો બની ગયા છે. પરંતુ જોવા જઈએ તો આ સાથે પચરંગી વસ્તી જોવા મળી રહી છે. ખાસ કરીને રાતના સમયે લાઈટોના અભાવને કારણે નાની મોટી ચીભડચોરી કરતા તત્વોને મોકળું મેદાન મળે છે. ઘણી વખત નાની મતા હોય તો ભોગગ્રસ્ત ફરીયાદ નોંધાવવા આગળ આવતા નથી. ચોરીના ડરના કારણે ઘણા પરિવારોએ પોતાના ઘરની પાછળ બાલ્કનીમાં લોખંડની જાળી હોય કે પછી ઘરની બહાર પર્સનલ કેમેરા લગાવી નાખ્યા છે. બાઉન્ડ્રી પેક સોસાયટીમાં ચોરીનો ભય ઓછો રહે છે પરંતુ ખુલ્લા પ્લોટમાં બનતા મકાન માલિકો રાત્રે પણ સુખ - ચેનથી સુઈ શકતા નથી. અગાઉ પોલીસ પેટ્રોલીંગ થતું.  જો કે લોકોના કહેવા પ્રમાણે હાલમાં પોલીસ પેટ્રોલીંગ નહીવત બની ગયું છે. જો આવી રીતે ચોરીના બનાવો બનતા રહેશે તો એશિયાના ધનિક ગણાતા માધાપરની પ્રતિષ્ઠા સામે પણ સવાલો ઉભા થઈ શકે છે. ત્યારે ખરેખર પોલીસ દ્વારા પેટ્રોલીંગ કડક બનાવી ચોરીના બનાવોમાં આરોપીઓને પકડી સરઘસ કાઢવામાં આવે તો જ આ પ્રમાણેના બનાવોને અંજામ આપતા તત્વોમાં કાયદાનો ડર જોવા મળશે.
..........

 

Comments

COMMENT / REPLY FROM