ભુજ ઈંગ્લિશ સ્કૂલમાં સ્વતંત્રતા પર્વ ઉજવાયો
ભુજ - કચ્છઉદય : ૮૦માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે જૈનાચાર્ય અજરામરજી ભુજ ઈંગ્લિ સ્કૂલ ખાતે સંસ્થાના પ્રમુખ ડૉ. હિમાંશુભાઈ મોરબીઆના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુું. ઉજવણીમાં સંસ્થાના ટ્રસ્ટી મનોજભાઈ પટેલ, ડૉ.નંદાબેન મોરબીઆ, હિતેનભાઈ ગજકંધ, ધનસુખભાઈ મોરબીઆ તથા શાળાના આચાર્ય ચેતનાબેન જોષી, સાજીદભાઈ ખોજા, જયુરભાઈ વોરા, ચેતનાબેન રાઠોડ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય દિવસના અનુસંધાને રાષ્ટ્રભક્તિને લગતા ડ્રામા, પિરામીડ અને દેશભક્તિના ગીતો રજુ કર્યા હતા. સ્વાતંત્ર્ય દિવસના શાળામાં બાળકોને મીઠાઈ વહેંચવામાં આવી હતી.
-----

Comments