૧૦૦ ફૂટ ઉંડા કુવામાંથી બિલાડીનું રેસ્કયું કરાયું
ભચાઉ - કચ્છઉદય : આજે શહેરના રેલ્વે ફાટક નજીક આવેલ વાડીના કુવામાં લાંબા સમયથી બિલાડી ફસાઈ ગઈ હતી. જયપાલસિંહ જાડેજા મામાધામવાળાનો ભચાઉ ફાયર ટીમને કોલ આવ્યો હતો કે, ભચાઉના રેલવે ફાટક પાસે આવેલ તેમની વાડીના ૧૦૦ ફૂટથી વધારે ઉંડા કુવામાં બિલાડી છે જીવે છે. કોલ મળતા એક મોટું પીંજરું બનાવાયું ભચાઉ ફાયર ટીમે અને રેસ્કયું હાથ ધર્યું હતું અને ૩૦ મિનિટમાં જ સફળતા મળી હતી. કામગીરીમાં ટીમ ઇન્ચાર્જ પ્રવીણ દાફડા, કુલદીપભાઈ શક્તિ સિંહ જોડાયા હતા.
-----

Comments