Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના વારસાને પ્રવાસન સાથે જોડવા મહત્વપૂર્ણ ચર્ચા

19 August


ભૂગર્ભીય અને ઐતિહાસિક સ્થળોની માહિતી લોકો સુધી પહોંચાડવા ગાઈડ તાલીમ પર ભાર

ભુજ - કચ્છઉદય : કચ્છ યુનિવર્સિટી, ભુજના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના ડૉ. ગૌરવ ચૌહાણ સાથે લખપતના ઓસમાણ નોતિયારે સૌજન્ય મુલાકાત કરી હતી. આ દરમિયાન કચ્છના પ્રાચીન, ઐતિહાસિક અને ભૂગર્ભીય વારસા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કચ્છની ધરતીમાં રહેલી વિવિધ ભૂસ્તરીય રચનાઓ અને ઐતિહાસિક સ્થળોના સંશોધનને લોકો તથા પ્રવાસીઓ સુધી પહોંચાડવા અંગે વિચારવિમર્શ થયો હતો.
ડૉ. ગૌરવ ચૌહાણ દ્વારા કચ્છના અનેક જૂના અને મહત્વપૂર્ણ સ્થળો પર સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધનના આધારે કચ્છના ભૂગર્ભીય અને કુદરતી વારસાની યોગ્ય માહિતી પ્રવાસીઓને મળી રહે તે માટે ગાઈડ તાલીમને વધુ અસરકારક બનાવવાની જરૂરિયાત અંગે ચર્ચા થઈ હતી. ગાઈડ તાલીમના કાર્યમાં સહયોગ બદલ ઓસમાણ નોતિયાર દ્વારા ડૉ. ગૌરવ ચૌહાણનું કચ્છની પરંપરાગત ઓળખ સમાન અજરખથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પક્ષી નિષ્ણાત નવીન બાપટ અને લિયાકતઅલી નોતિયાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છના ભૂગર્ભીય, ઐતિહાસિક અને કુદરતી વારસાને સંશોધન, સંરક્ષણ તથા પ્રવાસન સાથે જોડીને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આવા સંવાદો મહત્વપૂર્ણ બની શકે છે. સ્થાનિક જાણકારી અને વૈજ્ઞાનિક સંશોધનના સંકલનથી કચ્છના અજાણ્યા વારસાને નવી ઓળખ મળી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
...... 

Comments

COMMENT / REPLY FROM