Trending News
સ્થાનિક સમાચાર

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લખપત દ્વારા ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો

19 August


દયાપર - કચ્છઉદય : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લખપત તાલુકા દ્વારા નારાયણ સરોવર ખાતે ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો.
નારાયણ સરોવર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સૌપ્રથમ ભારત માતાની છબીને ફુલહાર અર્પણ કરીને ગુરૂવંદના કરાઈ હતી. ત્યારબાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સરકારી માધ્યમિક સંવર્ગ ગુજરાત રાજ્ય અધ્યક્ષ નયનભાઈ વાંઝાએ સંગઠન પરિચય અને સંગઠનની વિવિધ ગતિવિધિઓની સમજ આપી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા શામજીભાઈ મ્યાત્રાએ જીવનમાં ગુરૂનું મહત્વ અને ગુરૂ પરંપરા વિશે સમજાવી ગુરૂપદ મહિમા વર્ણવ્યો હતો.
---------------

Comments

COMMENT / REPLY FROM