સાબરમતીથી શ્રી માતા વૈષ્ણો દેવી કટરા જનારા યાત્રીઓ માટે ખુશખબર
સામ્બા, બાડી બ્રાહ્મણ અને શહીદ કપ્તાન તુષાર મહાજન પર અતિરિક્ત સ્ટોપેજ
અમદાવાદ - એજન્સી દ્વારા : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં સાબરમતી અને જમ્મુ વચ્ચે ચાલનારી ટ્રેન નંબર ૧૯૨૨૩ને શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુધી વિસ્તારિત કરવામાં આવી છે. આનાથી માતા વૈષ્ણો દેવીના દર્શન માટે જનારા યાત્રીઓને સીધી કટરા સુધી રેલવે સેવા ઉપલબ્ધ થશે. ટ્રેન નંબર ૧૯૨૨૪ શ્રી માતા વૈષ્ણો દેવી કટરા - સાબરમતી એક્સપ્રેસ શ્રી માતા વૈષ્ણો દેવી કટરાથી ૨૦ ઓક્ટોબરથી દરરોજ ૪ઃ૫૦ કલાકે પ્રસ્થાન કરશે તથા બીજા દિવસે ૧૪ઃ૦૫ કલાકે સાબરમતી પહોંચશે. ટ્રેન નંબર ૧૯૨૨૩ સાબરમતી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસનો પાલનપુર રેલવે સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય ૧૩ઃ૨૦ કલાકે અને ૧૩ઃ૨૨ કલાકે રહેશે. આ ટ્રેનના વિસ્તરણની સાથે યાત્રીઓની સુવિધા માટે સામ્બા, બાડી બ્રાહ્મણ અને શહીદ કપ્તાન તુષાર મહાજન સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ પણ આપવામાં આવ્યા છે. ટ્રેન નંબર ૧૯૪૧૫ સાબરમતી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસના સમયમાં ફેરફાર ટ્રેન નંબર ૧૯૪૧૫ સાબરમતી - શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસના સમયમાં ૨૫ ઓક્ટોબર ૨૦૨૬ થી ફેરફાર કરવામાં આવ્યા છે. ફેરફાર કરાયેલા સમય મુજબ, જમ્મૂ તવી સ્ટેશન પર ટ્રેનના આગમન અને પ્રસ્થાન ક્રમશઃ ૪ઃ૦૫ કલાકે અને ૪ઃ૧૫ કલાકે રહેશે, જ્યારે શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સ્ટેશન પર ટ્રેનનું આગમન ૬ઃ૨૫ કલાકે થશે.
---
ગાંધીધામ- શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સર્વોદય એક્સપ્રેસના સમયમાં ફેરફાર
ગાંધીધામ - કચ્છઉદય : ટ્રેન નંબર ૧૨૪૭૩ ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સર્વોદય એક્સપ્રેસના સમયમાં ૨૪ ઓક્ટોબરથી ફેરફાર કરવામાં આવ્યા છે. ફેરફાર કરાયેલા સમય મુજબ, જમ્મૂ તવી સ્ટેશન પર ટ્રેનના આગમન અને પ્રસ્થાન ક્રમશઃ ૧૪ઃ૩૨ કલાકે અને ૧૪ઃ૩૭ કલાકે રહેશે. ટ્રેન નંબર ૧૯૨૨૩ અને ૧૨૪૭૩નું બુકિંગ ૨૧ ઓગસ્ટથી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ થશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચનાથી સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રીઓ વેબસાઈટ પર જઈને અવલોકન કરી શકે છે.
---------

Comments