Trending News

ભાવનગર લઠ્ઠાકાંડ : સરકાર એકશનમાં

મુંદરાના ખારવા પાંચાડા વિસ્તારમાં રાત્રીના તસ્કરોન...

કંડલા સેઝમાં બોગસ નિકાસ અને ખોટા રિફંડ નું કૌભાંડ

ગાંધીધામના બેકિંગ -CA  સેક્ટરમાં મોટો ભૂકંપ ઃ બોગસ...

રાષ્ટ્રીય અવકાશ દિવસ ૨૦૨૬ની ઉજવણી નિમિત્તે વિદ્યાર...

એનસીબસી અને માય ભારતના સ્વયંસેવકો માટે ૫ દિવસીય ટી...

ચોબારીના બહુચર્ચિત હત્યા કેસમાં મુખ્ય આરોપી શામજી....

કચ્છ ગુર્જર જૈન સમાજ, મુંબઈના હોદ્દેદારોનું કરાયું...

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને વેસ્ટર્ન રેલવે વચ્ચે ઇ...

ભુજના વોર્ડ નં. ૨માં મૂળભૂત સુવિધાઓના અભાવે આંદોલન...

રાજ્ય કક્ષાની પાવરલિફટિંગ સ્પર્ધામાં ભુજના બે જણને...

લાયોનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા મહિલા કલ્યાણ કેન્દ્રમાં...

સ્થાનિક સમાચાર

કંડલા સેઝમાં બોગસ નિકાસ અને ખોટા રિફંડ નું કૌભાંડ

19 August



સુગંધિત તમાકુના નામે હોંગકોંગ કન્ટેનરમાં લાકડાનું ભૂસું મોકલવાનું નેટવર્ક ઝડપાયું :  ૪ કરોડના ખોટાં બિલ બનાવી  ૨ કરોડનું રિફંડ મેળવવાનો ખેલઃ DRI દ્વારા પર્દાફાશ

ગાંધીધામ : કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન માંથી સુગંધિત તમાકુની નિકાસના નામે કરોડો રૂપિયાના ખોટા રિફંડ મેળવવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સીલબંધ કન્ટેનરોમાંથી સુગંધિત તમાકુને બદલે લાકડાનું ભૂસું અને પાંદડા મળી આવ્યા છે. કાગળ પર માલની કિંમત ૨૪ ગણી વધારે દર્શાવી ઓવર-વેલ્યુએશન કરીને કરોડો રૂપિયાનું કસ્ટમ્સ રિફંડ મેળવવાનું આખું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું.
.......


કૌભાંડની મુખ્ય વિગતો


* ૨૪ ગણું ઓવર-વેલ્યુએશનઃ યુપી (મુરાદાબાદ) ની ‘એમ.પી. ટ્રેડર્સ’ નામની પેઢીએ કંડલા સેઝની ‘શ્રીજી ઓવરસીઝ’ મારફતે માત્ર  ૧૬.૦૮ લાખના માલ સામે  ૪.૦૦ કરોડથી વધુની કિંમત દર્શાવી હોંગકોંગ નિકાસ કરવા માટે ૨ કન્ટેનર તૈયાર કર્યા હતા.
 *  ૩.૮૪ કરોડનું બોગસ વેલ્યુએશનઃ માલની મૂળ કિંમત કરતાં ૨૪ ગણી વધુ કિંમત બતાવીને કુલ ૧૦ જેટલાં બોગસ શિપિંગ બિલો બનાવવામાં આવ્યા હતા.
 * ૧૦ થી ૧૫ ટકા કમિશનની સાંકળઃ આ કૌભાંડમાં કસ્ટમ્સ હાઉસ ક્લિયરિંગ એજન્ટ થી લઈને કસ્ટમ્સના અધિકારીઓની મિલીભગત અને ૧૦ થી ૧૫ ટકા કમિશનની આખી ચેનલ સક્રિય હોવાની શંકા સેવવામાં આવી રહી છે.


..........


DRI  ની કાર્યવાહી

વાપી DRI ની ટીમ દ્વારા ગુપ્ત બાતમીના આધારે શંકાસ્પદ ૨ કન્ટેનર અટકાવીને તપાસ કરવામાં આવતા આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. હાલમાં ઇમ્પોર્ટર-એક્સપોર્ટર કોડ ના ગેરકાયદેસર ઉપયોગ અને ટેક્સ ક્રેડિટ/રિફંડ કૌભાંડમાં સંડોવાયેલી અન્ય પેઢીઓ તથા જવાબદાર અધિકારીઓ સામે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

.........


સ્ટીંગ ઓપરેશનમાં એજન્ટની કબૂલાત


અખબારી તપાસ (સ્ટિંગ) દરમિયાન કસ્ટમ્સ ક્લિયરિંગ એજન્ટે કબૂલ્યું હતું કે બિલિંગથી લઈને ક્લિયરન્સ અને ઓવર-બિલિંગ સુધીનું તમામ સેટિંગ કરી આપવામાં આવે છે. ભાવમાં થતા વધ-ઘટ અને રેટ ડિફરન્સને મેનેજ કરીને બોગસ આઈસીસી અને પોર્ટ રજીસ્ટ્રેશન પર માલ મોકલવાની ગોઠવણ કરવામાં આવતી હતી.
આ પહેલાં પણ પકડાયા છે કૌભાંડો (કંડલા સેઝમાં ૨ વર્ષમાં  ૪૭ કરોડનો માલ જપ્ત)ઃ * વર્ષ ૨૦૨૪ઃ ૪ કન્ટેનરમાં  ૧૦૨.૧૭ મેટ્રિક ટન ( ૫.૩૭ કરોડ) ની સોપારીને ‘બિટુમિન’ તરીકે દર્શાવી નેટવર્ક ચલાવાતું હતું. * વર્ષ ૨૦૨૪ (અન્ય કેસ)ઃ ૬ કન્ટેનરમાં ૧૨૬.૧ મેટ્રિક ટન ( ૬ કરોડ) ની સોપારી જપ્ત કરાઈ હતી. * વર્ષ ૨૦૨૫ઃ ડ્ઢઇૈં ના ઓપરેશન ફાયર ટ્રેલ દરમિયાન કંડલા સેઝ સહિત કુલ ૭ કન્ટેનરમાંથી  ૩૫ કરોડનો ફાયર ક્રેકર્સ (ફટાકડા) નો જથ્થો પકડાયો હતો.


.........


કાસેઝમાં ભુસાની આડમાં કરોડોનું હવાલા કૌભાંડ? જેહાદી ડ્રગ્સકાંડના લાકડાના બની બેઠેલા વેપારી-રાજુ-બંટી-મુકેશ આણી ટોળકીનું તો કારનામુ નથી ને?


ખાટલે મોટી ખોટ : * કાસેઝ જેવા સુરક્ષિત ઝોનમાં લાકડાના વેર કે ભુસાનું આખરે શું કામ છે? : * શું ડ્રગ્સકાંડમાં બચી ગયેલા આ જ તત્ત્વો હવે હવાલા અને તંબાકુના કૌભાંડ પાછળ સક્રિય છે? * કઈ એજન્સીઓ આ નેટવર્ક પર સિકંજો કસશે?


ગાંધીધામઃકંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (કાસેઝ)માં લાકડાના ભુસા (વેર)ની આડમાં તંબાકુના વેપારના બહાને કરોડો રૂપિયાનું હવાલા કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાએ સમગ્ર કચ સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના જગાવી છે. તાજેતરમાં મુંદરા બંદર પરથી ઝડપાયેલા રૂ. ૫૦૦ કરોડથી વધુના ‘કેપ્ટામાઈન’ (જેહાદી ડ્રગ્સ) કાંડ બાદ હવે કાસેઝમાં સામે આવેલા આ કારસ્તાનને પગલે વિવિધ તપાસ એજન્સીઓના કાન સરવા
 થયા છે.મુંદરા બંદર પરથી રૂ. ૫૦૦ કરોડ ઉપરાંતનું ડ્રગ્સ પકડાયા બાદ તપાસ એજન્સીઓએ મુંદરા બારોઈના માત્ર એક નાના ફોલ્ડરિયાની અટકાયત કરીને કાર્યવાહી બતાવી હતી. જોકે, વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ આ સમગ્ર ખેલ પાછળ લાકડાનો બની બેઠેલો એક ‘ઠગભગત’ વેપારી તથા રાજુ અને બંટીની ટુકડીનો હાથ હતો.ચર્ચા મુજબ, ગાંધીધામના જ બની બેઠેલા મુકેશ નામના તત્ત્વે કેબિનેટ કક્ષાએ સંબંધોનો ઉપયોગ કરી ફોનની દોરીઓ રણકાવીને ડ્રગ્સકાંડમાં આ ત્રિપુટીને બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે જ્યારે કાસેઝ ઝોનની અંદર પણ લાકડાના ભુસાની આડમાં તંબાકુ આધારિત કાળો કારોબાર અને હવાલા કૌભાંડ ચાલી રહ્યાની ગંધ આવી રહી છે, ત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે.


..........


કાસેઝ કસ્ટમ્સની શંકાસ્પદ ભૂમિકા : મારુત મોડેલવાળા પ્રદીપની ટોળકીનું કરોડોનું હવાલા કૌભાંડ ?

કેન્દ્રીય કોમર્સ-નાણામંત્રાલય જો આ બાબતે બાઝ નજર રાખે, ક્રોસ તપાસ કરાવડાવે તો મોટા આંતરરાષ્ટ્રીય ભોપાળા બહાર આવે


ગાંધીધામઃ કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (કાસેઝ)માં તંબાકુના યુનિટોની આડમાં કેટલાક તત્વો દ્વારા કરોડો રૂપિયાના હવાલા કૌભાંડને અંજામ આપવામાં આવી રહ્યો હોવા છતાં, કાસેઝ કસ્ટમ વિભાગની શંકાસ્પદ ચૂપકીદી અને ઘોર બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
ઝોનની અંદર આટલું મોટું ગેરકાયદે નાણાકીય નેટવર્ક ધમધમી રહ્યું છે, છતાં કસ્ટમના જવાબદાર અધિકારીઓને આ બાબતે કોઈ જ ગંધ સુદ્ધાં કેમ ન આવી? તે સૌથી મોટો પ્રશ્ન છે. મારુત મોડેલવાળા પ્રદીપ અને તેની ટોળકી દ્વારા કાસેઝમાં રહીને ચલાવવામાં આવતા આ કારનામાઓ સામે આંખ આડા કાન કરનાર કસ્ટમ તંત્ર આખરે શું તપાસ કરી રહ્યું છે?કરોડો રૂપિયાના આ કૌભાંડમાં કસ્ટમ્સ વિભાગની કામગીરી સામે શંકાની સોય તાકાઈ રહી છે. જો આ મામલે કોઈ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, તો ઝોનમાં ચાલતા ભેદી કારભારો અને સંકળાયેલા અધિકારીઓની મિલીભગતનો પર્દાફાશ થઈ શકે તેમ છે.

.........

Comments

COMMENT / REPLY FROM