કચ્છ ગુર્જર જૈન સમાજ, મુંબઈના હોદ્દેદારોનું કરાયું સન્માન
ભુજ - કચ્છઉદય : કચ્છી ગુર્જર જૈન પરિવાર, હૈદરાબાદ સિકંદરાબાદ દ્વારા કચ્છ વિશા શ્રીમાળી ઓસવાળ ગુર્જર જૈન જ્ઞાતિ સમાજ, મુંબઈના મેનેજિંગ ટ્રસ્ટી મહેશભાઇ લીલાધર મહેતા અને ખજાનચી - ટ્રસ્ટી સંદીપભાઇ નગીનલાલ વોરા હૈદરાબાદ પધારતા તેમના સાથે પરસ્પર પરિચય કેળવવા એક મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બન્ને સમાજ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી બાદ મહેશભાઈ અને સંદીપભાઈનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
હૈદરાબાદ પરિવારના ઉપચેરમેન નલીનભાઈ મહેન્દ્રભાઈ શાહ દ્વારા હાજર ડિરેક્ટર્સ અશ્વિનભાઇ પ્રભુલાલ શાહ, ખજાનચી સમીરભાઇ રમેશભાઈ વોરા, પ્રદિપ કેશવલાલ સંઘવી, શ્રેયસભાઈ કિરણભાઈ શાહ, મેહુલભાઈ હીરાલાલ સાતુંડા,પરાગભાઇ બેચરલાલ શેઠ અને આનંદભાઈ શાહનો પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે મુંબઈના આરતીબેન વોરા, રશ્મિબેન મહેતા, સુષ્માબેન અશ્વિન શાહ,(વડોદરા), હૈદરાબાદના શોભનાબેન શાહ, પૂનમબેન સંઘવી, સુરભીબેન વોરા, માધવીબેન શાહ, ક્રિષ્નાબેન શાહ, રીટાબેન શાહ, ભુપેશભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.
-----

Comments