Trending News
સ્થાનિક સમાચાર

રાજ્ય કક્ષાની પાવરલિફટિંગ સ્પર્ધામાં ભુજના બે જણને ગોલ્ડ મેડલ

18 August



ભુજ - કચ્છઉદય : રાજકોટ ખાતે પ્રતિષ્ઠિત ગુજરાત કેસરી દ્વારા યોજાયેલ રાજ્ય કક્ષાની પાવરલિફ્ટીંગ સ્પર્ધામાં રાજ્ય બહારમાંથી ૨૫૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ભુજની ધારા શર્માને ૭૬ કિગ્રાની જુનિયર બહેનોની કેટેગરીમાં ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા હતા, જેમાં તેને સ્ક્વેટમાં ૯૨.૫ કિગ્રા, બેન્ચ પ્રેસમાં ૫૦ કિગ્રા તેમજ ડેડલિફ્ટમાં ૧૩૫ કિગ્રા વજન ઉપાડી એમ ટોટલ ૨૭૭.૫ કિગ્રા વજન ઉચક્યું હતું. ધારા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ૪ વખત ગોલ્ડ મેળવનાર કચ્છની એકમાત્ર યુવતી છે.
આ ઉપરાંત ભુજના ૬૮ વર્ષના અને નિવૃત્ત જીવન ગાળતા અલીખાન પઠાણને માસ્ટર કેટેગરીમાં એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મળ્યા હતા. અલીખાને સ્ક્વેટમાં ૧૧૦ કિગ્રા, બેન્ચપ્રેસમાં ૮૦ કિગ્રા તેમજ ડેડલિફ્ટમાં ૧૩૫ કિગ્રા એમ કુલ ૩૨૫ કિગ્રા વજન ઉચક્યું હતું. તેઓ એશિયન ચેમ્પિયન પણ રહેલ છે. આ બંને ખેલાડીઓએ ભુજની ૩૬૦ ફિટનેસ પોઈન્ટ જિમમાં જાણીતા વિશ્વ ચેમ્પિયન પાવરલિફ્ટર વત્સલ મહેશ્વરી પાસેથી સઘન તાલીમ મેળવી હતી અને કોચ તરીકે સ્પર્ધામાં વત્સલ મહેશ્વરી હાજર રહ્યા હતા. જિમના સંચાલક જયદીપ ગોરસિયાએ તેમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, એ ગૌરવની બાબત છે કે જિમમાં આવતા પાવરલિફ્ટરની સંખ્યા આ રીતે વધી રહી છે અને જિમ તે પ્રકારનું એક માત્ર કચ્છનું જિમ છે. આ બને હવે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. 
-----

Comments

COMMENT / REPLY FROM