લાયોનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા મહિલા કલ્યાણ કેન્દ્રમાં રમતગમતના સાધનો અપાયા
ભુજ - કચ્છઉદય : લાયોનેસ ક્લબ ઓફ ભુજ દ્વારા મહિલા કલ્યાણ કેન્દ્ર મધ્યે પ્રમુખ રીટાબેન અને મંત્રી હર્ષાબેનના નેજા હેઠળ લાયોનેસ સભ્ય, પ્રોજેક્ટ ચેરમેન અને દાતા જીજ્ઞાબેન ઠક્કર દ્વારા તેમની પૌત્રીના જન્મદિવસની ખુશાલીમાં મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઘોડિયા ઘરથી મોટા બાળકોના રમતગમતના સાધનો ઝુમ્મર, કેરમ, બેડમિન્ટન , ટેડીબેર, લુડો, પિરામિડ, બોલ અને રમકડાં આપવામાં આવ્યા હતા સાથે અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો.
મહિલા કલ્યાણ કેન્દ્રના મંત્રી દિપાલીબેને સૌને આવકાર્યા હતા. પૂર્વ સભ્ય ઈલાબેને દાતાનો આભાર માન્યો હતો. ભારતીબેન, દિવ્યાબેન, રશ્મિબેને સહયોગ આપ્યો હતો. બેલાબેન, તેજલબેન, ભાવનાબેને વ્યવસ્થા સંભાળી હતી.
----------

Comments