Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

સ્થાનિક સમાચાર

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેનલનો ભવ્ય વિજય

18 August

દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં નવો વળાંક



સહકાર પેનલના વર્ચસ્વનો અંતઃ દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં ગરમાવો

એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરી ગણાતી બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના પરિણામો જાહેર : સભાસદોએ પરિવર્તન પર પસંદગીનો કળશ ઢોળ્યો; સત્તાધારી જૂથને મોટો ફટકો


સુરત : દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રનું શિરોમણિ ગણાતી અને એશિયામાં સૌથી વધુ શેરડી પીલાણ ક્ષમતા ધરાવતી બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના પરિણામોમાં મોટો રાજકીય ઉલટફેર સર્જાયો છે. સુગર ફેક્ટરીના સત્તાધીશો સામે આક્રમક રીતે મેદાનમાં ઉતરેલી ‘કિસાન પરિવર્તન પેનલ’નો ભવ્ય વિજય થયો છે. વર્ષોથી ફેક્ટરીના વહીવટ પર વર્ચસ્વ ધરાવતી સત્તાધારી જૂથની ‘સહકાર પેનલ’ના ઉમેદવારોનો પરાજય થતાં સહકારી રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.બારડોલી, ગંગાધરા અને વિહાણ સહિતના વિવિધ કેન્દ્રો પર યોજાયેલા મતદાન બાદ આજે હાથ ધરાયેલી મતગણતરીમાં શરૂઆતથી જ પરિવર્તન પેનલના ઉમેદવારોએ મજબૂત લીડ મેળવી લીધી હતી. સભાસદ ખેડૂતોએ ફેક્ટરીના વહીવટમાં પારદર્શિતા અને પરિવર્તનના મુદ્દાઓને સમર્થન આપતાં પરિવર્તન પેનલના ઉમેદવારોને જંગી મતોથી વિજયી બનાવ્યા હતા. પરિણામો જાહેર થતાં જ વિજેતા પેનલના સમર્થકો અને ખેડૂતોએ વિજયોત્સવ મનાવ્યો હતો.સુગર ફેક્ટરીની આ ચૂંટણીમાં બે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખો અને સિનિયર નેતાઓ સામસામે પેનલ બનાવીને ચૂંટણી જંગમાં ઉતર્યા હોવાથી આ ચૂંટણી માત્ર ફેક્ટરી પૂરતી મર્યાદિત ન રહેતાં સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકારણ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હતી. પરિવર્તન પેનલના વિજયથી સ્પષ્ટ થઈ ગયું છે કે સભાસદો અને ખેડૂતોએ વર્તમાન વહીવટ સામે અસંતોષ વ્યક્ત કરી નવા નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે. આ પરિણામોની અસર આગામી દિવસોમાં અન્ય સહકારી મંડળીઓ અને સંસ્થાઓ પર પણ જોવા મળી શકે છે.

Comments

COMMENT / REPLY FROM