Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

સ્થાનિક સમાચાર

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે તાલીમ અપાઈ

17 August


ભુજ - કચ્છઉદય : મચ્છરજન્ય રોગોના નિયંત્રણ અને રોગચાળા અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા આરોગ્ય કચેરી, માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓ માટે રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા તથા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી તથા ઈએમઓ ડૉ. કેશવકુમારની સૂચના અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રવિના અધ્યક્ષસ્થાને તાલીમ યોજાઈ હતી.
તાલીમના પ્રારંભે તાલુકા બહુહેતુક આરોગ્ય પર્યવેક્ષક રાજુભાઈ ગોર દ્વારા તાલીમના હેતુ તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવાની કામગીરી અંગે પ્રાથમિક સમજણ આપવામાં આવી હતી. તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રવિ દ્વારા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ, રોગચાળા અટકાવવા માટેની ક્ષેત્રિય કામગીરી તથા જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતની મલેરિયા શાખાના પ્રકાશભાઈ દુર્ગાણી, અજિતસિંહ તથા દામજીભાઈ દ્વારા મલેરિયા સહિતના વાહકજન્ય રોગો, રોગ સર્વેલન્સ, રોગચાળા નિયંત્રણ, ક્ષેત્રિય કામગીરી દરમિયાન રાખવાની સાવચેતી તેમજ નોંધણી અને અહેવાલ રજૂઆત અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. તાલીમનું આયોજન કિંચનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે આરોગ્ય પર્યવેક્ષક સંદીપભાઈ દ્વારા ઉપસ્થિત અધિકારીઓ તથા કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તાલીમના પરિણામે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ, રોગચાળાની સ્થિતિમાં સમયસર કાર્યવાહી તથા ક્ષેત્રિય કામગીરી વધુ સુદૃઢ બનાવવા માટે જરૂરી વ્યવહારુ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. 
----

Comments

COMMENT / REPLY FROM