Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

સ્થાનિક સમાચાર

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો’ સેલ અંતર્ગત યુવા સંવાદ

17 August




માંડવીના મતવિસ્તારના ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવેના અધ્યક્ષ સ્થાને દીકરીઓ સાથે પ્રેરણાદાયી સંવાદનું આયોજન કરાયું

ભુજ - કચ્છઉદય : જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી - કચ્છ હેઠળ કાર્યરત બેટી બચાવો બેટી પઢાવો સેલ દ્વારા દીકરીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા અને વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય અનિરૂદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, દીકરી પરિવાર અને સમાજની અમૂલ્ય સંપત્તિ છે. દીકરીને જન્મથી જ સન્માન, સમાન તક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે સૌની સામૂહિક જવાબદારી છે. બેટી બચાવો બેટી પઢાવો અભિયાનનો સાચો હેતુ ત્યારે જ સિદ્ધ થશે જ્યારે દરેક દીકરીને સુરક્ષિત, શિક્ષિત અને સશક્ત બનાવવામાં આવશે. કાર્યક્રમમાં મસ્કા ગામની ૧૦૫ દીકરીઓએ લોકપ્રતિનિધિ સાથે સીધો સંવાદ કરવાની અનોખી તક મળી હતી. દીકરીઓએ સફળતા, જીવનમૂલ્યો, સંઘર્ષ, નેતૃત્વ અને જાહેર જીવનને લગતા વિવિધ પ્રેરણાત્મક પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં સફળ વ્યક્તિ બનવા માટેનો સૌથી મહત્વનો ગુણ, અનેક જવાબદારીઓ વચ્ચે પોતાને પ્રેરિત કેવી રીતે રાખવું, મુશ્કેલીના સમયમાં માનસિક રીતે મજબૂત કેવી રીતે રહેવું, સફળતા પછી પણ નમ્રતા કેવી રીતે જાળવવી, જીવનના સંઘર્ષમાંથી મળેલી પ્રેરણા, પોતાની સૌથી મોટી શક્તિ, જાહેર જીવનમાં આવવાની પ્રેરણા તેમજ આજની ુવા પેઢી માટેનો સંદેશ જેવા મુદ્દાઓ પર પ્રશ્નોતરી કરવામાં આવેલ હતી.
અનિરુદ્ધભાઈ દવેએ દીકરીઓના તમામ પ્રશ્નોના હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી જવાબો આપતાં જણાવ્યું હતું કે, સફળતા માટે આત્મવિશ્વાસ, સતત મહેનત, શિસ્ત, પ્રમાણિકતા અને સકારાત્મક વિચારસરણી સૌથી મહત્વપૂર્ણ છે. જીવનમાં પડકારો અને નિષ્ફળતાઓથી ક્યારેય નિરાશ ન થવું જોઈએ, કારણ કે દરેક મુશ્કેલી વ્યક્તિને વધુ મજબૂત બનાવે છે. તેમણે દીકરીઓને શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા, પોતાના સપનાઓને સાકાર કરવા સતત પ્રયત્નશીલ રહેવા તેમજ સમાજના વિકાસમાં સક્રિય યોગદાન આપવાનો સંદેશ દીકરીઓને આપ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન બાલિકા પંચાયતની દીકરીઓએ ગામમાં અભ્યાસ કરતી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દીકરીઓ એ વાંચન અર્થે લાઈબ્રેરી બનાવવા અંગેની માંગણી કરી હતી. દીકરીઓની આ માંગણીને ધ્યાને લઈને અનિરુદ્ધભાઈ દવેએ લાઈબ્રેરીના નિર્માણ અને વિકાસ માટે રૂપિયા ૫ લાખની ગ્રાન્ટ જાહેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વાંચન સંસ્કૃતિના વિકાસ માટે આવી લાઈબ્રેરી દીકરીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ધારાસભ્યની આ જાહેરાતને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી.
સદર કાર્યક્રમમાં મસ્કા ગામના સરપંચ ઉર્મિલાબેન, તાલુકા પંચાયત સભ્ય શિલ્પાબેન ગોર તથા તાલુકા પંચાયત સદય કિર્તીભાઈ ગોર, જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ દીકરીઓના આત્મવિશ્વાસ અને નેતૃત્વ વિકાસ માટે આવા કાર્યક્રમો અત્યંત ઉપયોગી હોવાનું જણાવી મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રયાસોની પ્રશંસા કરી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાલિકા પંચાયતની દીકરીઓ તથા કિશોરીઓ અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. દીકરીઓ દ્વારા પૂછાયેલા વિચારપ્રેરક પ્રશ્નો અને ધારાસભ્ય સાથે થયેલા ખુલ્લા સંવાદથી સમગ્ર કાર્યક્રમ પ્રેરણાદાયી અને યાદગાર બન્યો હતો. આભારવિધિ ડ્રીસ્ટ્રીકટ મિશન કો-ઓર્ડીનેટર ફોરમબેન વ્યાસે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં ડીએચઈડબલ્યુની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. 
----

Comments

COMMENT / REPLY FROM