Trending News

બારડોલી સુગરની ચૂંટણીમાં મોટો ઉલટફેરઃ પરિવર્તન પેન...

કચ્છમાં આઈટીની ટુકડી ત્રાટકી? ગાંધીધામ-મુંદરામાં પ...

પૂર્વ કચ્છ એલ.સી.બી.નો સપાટોઃ ભચાઉ અને ગાંધીધામમાં...

પર્યાવરણને બચાવવા કચ્છના યુવાનો આગળ આવે : અરજણ કાન...

ભુખી નદીમાં પ્રોજેક્ટના આંચળા હેઠળ અબજોની રેતીચોરી...

સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારિયાએ માતાનામઢ શિવાલય...

ભુજમાં સંગીતમય પ્રભુનેમિનાથ જન્મકલ્યાણકની ઉજવણી તથ...

મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્ર ખાતે ૮૦માં સ્વાતંત...

માધાપર ખાતે આરોગ્ય કર્મચારીઓને વાહકજન્ય રોગ નિયંત્...

ભચાઉના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે એક દિવસીય ખેડૂત...

ગુજરાતમાં પ્રથમ વખત યોજાયું ‘બેટી બચાવો બેટી પઢાવો...

કવિ કલા વૃંદ સાહિત્ય સંસ્થાની બેઠક યોજાઈ

સ્થાનિક સમાચાર

વાગડના બે શિક્ષણસેનાનીઓનું ગૌરવપૂર્ણ સન્માન

17 August




શિક્ષિત વાગડ, સૌથી આગળ”ના સંકલ્પને મળ્યું બળ



ગાંધીધામ - કચ્છઉદય : સમરસ વિદ્યાસેતુ અભિયાન અંતર્ગત આયોજિત “બેક ટુ સ્કૂલ” કાર્યક્રમમાં છેવાડાના, વંચિત તથા ડ્રોપઆઉટ થયેલા બાળકોને પુનઃ શાળાના મુખ્ય પ્રવાહ સાથે જોડવા, વાલીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ શાળા પ્રવેશોત્સવની કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ અંજાર નગરપાલિકા ટાઉન હોલ ખાતે વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર સાહેબની ઉપસ્થિતિમાં રાપર તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી બદલ મેહુલભાઈ દવે, કો-ઓર્ડિનેટર સુરેશગીરી ગોસ્વામી ભીમાસરને પ્રશસ્તિપત્ર અને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.બંને વાગડની ધરતીના વતની છે. પોતાની જ ધરતીના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણને જીવનકાર્ય સમજીને તેઓ નિષ્ઠા, સેવાભાવ અને આત્મીયતા સાથે સતત કાર્ય કરી રહ્યા છે. વાગડના બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે તેમની કામગીરી સમગ્ર વાગડ માટે પ્રેરણારૂપ બની રહી છે.
સુરેશગીરી ગોસ્વામી રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે પણ શિક્ષકો અને શિક્ષણના હિત માટે સક્રિય સેવાભાવ સાથે કાર્યરત છે. જ્યારે પોતાના જ પ્રદેશના શિક્ષણપ્રેમી લોકો શિક્ષણના વિકાસ માટે આગળ આવે છે, ત્યારે સમાજના સર્વાંગી વિકાસને નવી દિશા મળે છે. શાળા પ્રવેશોત્સવ, ડ્રોપઆઉટ બાળકોનું પુનઃશાળાકરણ, વાલીઓમાં શિક્ષણ અંગે જાગૃતિ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના વિકાસ માટે કરવામાં આવેલી આ કામગીરીની પ્રશંસા રૂપે મળેલું આ સન્માન રાપર તાલુકા તથા સમગ્ર વાગડ માટે ગૌરવની બાબત છે.
રાપર તાલુકાના સમગ્ર શિક્ષક પરિવાર તરફથી મેહુલભાઈ દવે તથા સુરેશગીરી ગોસ્વામીને ગૌરવપૂર્ણ સન્માન બદલ હાર્દિક અભિનંદન અને આત્મીય શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. શિક્ષણસેનાનીઓની સેવાભાવી કામગીરીથી વાગડના વધુને વધુ બાળકો શિક્ષણ સાથે જોડાય અને “શિક્ષિત વાગડ, સૌથી આગળ”નો સંકલ્પ વધુ મજબૂત બને તેવી શુભકામનાઓ પાઠવી હતી. 
--------

Comments

COMMENT / REPLY FROM