કંડલા-મુંદરા સહિત દેશભરમાં સાફટા કરાર તળે સ્મગલીંગ કાંડ મુદ્દે નાણામંત્રાયલનો મોટો ઘટસ્ફોટ
હવાલા-મની લોન્ડરીંગ કૌભાંડો-નેટવર્કની સેવાય છે ગંધ
૨,૫૦૦ કરોડનું સોપારી કૌભાંડઃ DRI નો મહાધમાકો, ૯ શખ્સો ગિરફ્તાર : કેન્દ્રીય નાણાવિભાગે રજુ કર્યુ સત્તાવાર નિવેદન
ગાંધીધામ : દેશની અગ્રણી તપાસ એજન્સી ‘ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ‘ એ એક મહિના સુધી ચાલેલા ગુપ્ત ઓપરેશન બાદ વિદેશી સોપારી ના ઈમ્પોર્ટમાં આચરવામાં આવેલા ૨,૫૦૦ કરોડ રૂપિયાના બહુચર્ચિત કસ્ટમ ડ્યુટી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં કસ્ટમ્સ બ્રોકર અને માસ્ટરમાઇન્ડ સહિત કુલ ૯ ગઠિયાઓની ધરપકડ કરવામાં આવી છે. સાફટા કરાર-એગ્રીમેન્ટ હેઠળ દેશમા કાર્યરત દાણચોરી ટોળકી અત્યરાસુધીમાં કરોડાની સરકારની રેવેન્યુને લોસ-નુકસાન કરી ચૂકયા હોવાનુ નાણામંત્રાલય દ્વારા અપાયેલ નિવેદનમાં કહેવાયું છે. અખરોટ-કાળામરી, સોપારી જેવી ચિજવસ્તુઓની સાફટા કરારનો ગેરઉપયોગ કરી તેની આડમાં દાણચોરીયુકત લવાઈ હોવાના કિસ્સાઓ અગાઉ કાસેઝ, સહિત દેશના વિવિધ બંદરોપરથી ખુલવા પામ્યા છે. આ બાબતે અપાયેલા નિવેદનમાં જણાવાયુ છે તે અનુસાર ભારતમાં દેશી ખેડૂતોના રક્ષણ માટે વિદેશથી આવતી સોપારી પર ૧૦૦% કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવે છે. પરંતુ ‘સાફ્ટા’ કરાર હેઠળ બાંગ્લાદેશમાં ઉત્પન્ન થતી સોપારી પર ૧૦૦% કસ્ટમ ડ્યુટી માફીની જોગવાઈ છે. ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ અને મલેશિયાથી ઓછી કિંમતે સોપારી ખરીદવામાં આવતી. આ સોપારી બાંગ્લાદેશ મોકલી, ત્યાં પેકિંગ બદલીને “ઓરિજિન ઓફ બાંગ્લાદેશ” (બાંગ્લાદેશી બનાવટ) ના બોગસ સર્ટિફિકેટ ઊભા કરવામાં આવતા. ભારત સરકારને ૧૦૦% કસ્ટમ ડ્યુટી ચુકવવામાંથી બચવા માટે સાફ્ટા કરારનો દુરુપયોગ કરી કરોડો રૂપિયાની કસ્ટમ ડ્યુટી ચોરી લેવાતી હતી. અગાઉ આવા અનેકકિસ્સાઓ ઠેર ઠેર સામે આવી ચુકયા છે. દરમ્યાન જ વર્તમાન સમયે કંડલા-મુંદરા અને કાસેઝમાં પણ આ રીતના આચરાયેલા કૌભાંડો સપાટી પર આવવા પામી રહ્યા છે. હાલ ડ્ઢઇૈં દ્વારા આ રેકેટમાં જોડાયેલા અન્ય સ્થાનિક આયાતકારો, ક્લિયરિંગ એજન્ટો અને પોર્ટ લિંકેજ અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. અને આગામી દીવસોમાં આ બાબતે હજુય વધુ મોટા ખુલાસા થવાની શકયતાઓ કેન્દ્રીય ફાયનાન્સવ ભિાગ દ્વારા દર્શાવવામા આવી રહી છે.
....................
મુખ્ય કાનૂની કાર્યવાહી અને જપ્તી
’
• જપ્તી : ઓપરેશન દરમિયાન DRI એ ૧૬૦ મેટ્રિક ટન સોપારી અને રૂ. ૭૫ લાખની રોકડ રકમ જપ્ત
કરી છે.
• લાઈસન્સ રદઃ આ ગેરકાયદે ક્લિયરન્સમાં મદદગાર બનેલી કસ્ટમ્સ બ્રોકર એજન્સીનું સનદ/લાઈસન્સ સસ્પેન્ડ કરી દેવાયું છે.
• હવાલા નેટવર્કઃ કૌભાંડના પૈસાની આપ-લે માટે સેલ કંપનીઓ અને હવાલા નેટવર્કનો ઉપયોગ થયો હોવાનું પણ બહાર આવ્યું છે.
.....................
કચ્છના કંડલા-મુંદરા બંદરો આવા કાંડમાં
ભૂતકાળમાં રહી ચૂકયા છે સંવેદનશીલ
ગાંધીધામ : આંતરરાષ્ટ્રીય સ્તરે થતી સોપારીની સ્મગલિંગ અને કસ્ટમ ચોરીમાં કચ્છ જિલ્લાના મુંદરા અને કંડલા પોર્ટ અગાઉથી જ અતિસંવેદનશીલ કેન્દ્ર રહ્યા છે.
*મુંદરા પોર્ટ પર સોપારી કૌભાંડઃ ભૂતકાળમાં પણ મુંદરા પોર્ટ પર પ્લાસ્ટિક દાણા કે મીઠાના નામે ઇન્ડોનેશિયા અને દુભાઈથી આવતી કરોડો રૂપિયાની સોપારીના કન્ટેનરો સીઝ કરવામાં આવ્યા છે.
*ડમી કંપનીઓનો ઉપયોગઃ અમદાવાદ DRI એ અગાઉ વિયેતનામ અને ઇન્ડોનેશિયાની
સોપારીને મુંદરા પોર્ટ પર શ્રીલંકન બનાવટ દર્શાવી ૧૨ કરોડથી વધુની ડ્યુટી ચોરીનું નેટવર્ક ઝડપ્યું હતું, જેમાં કચ્છના ગાંધીધામ અને કંડલા જીઈઢ સુધી તાર જોડાયેલા હતા.*સ્થાનિક બજાર પર અસરઃ બંદરો મારફતે ગેરકાયદેસર રીતે ઠલવાતી સસ્તા ભાવની વિદેશી સોપારીના કારણે સ્થાનિક વેપારીઓ અને ભારતીય ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે.

Comments