Trending News
સ્થાનિક સમાચાર

આતંરરાજય ઘરફોડ નેપાળી ગેંગનો આદિપુરમાં પર્દાફાશ ૧ કરોડથી વધુની ૬ વણશોધાયેલી ચોરીનો પોલીસે ભેદ ઉકેલ્યો

14 August

પૂર્વ કચ્છ એસપીની ટીમ આદિપુર પોલીસની મોટી સફળતા

આતંરરાજય ઘરફોડ નેપાળી ગેંગનો આદિપુરમાં પર્દાફાશ
૧ કરોડથી વધુની ૬ વણશોધાયેલી ચોરીનો પોલીસે ભેદ ઉકેલ્યો

ઘરકામના બહાને માલિકનો વિશ્વાસ કેળવી લાખોની ચોરી : પોશ વિસ્તારમાં ઘરકામ મેળવી પરિવારની હિલચાલ પર રાખતા નજર; ઘર ખાલી થતાં સાથીઓને બોલાવી ચોરી કરી ફ્લાઇટથી નેપાળ થઈ જતા રવાના

આદિપુર સહિત પુણે, થાણે અને બેંગલોરના ગુનાઓનો થયો ખુલાસો; સલીના શાહી અને રવીના શાહી ઝડપાઈ, ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ



ગાંધીધામ-કચ્છઉદયઃ આદિપુર પોલીસે આંતરરાજ્ય સ્તરે ઘરફોડ ચોરીઓને અંજામ આપતી નેપાળી ગેંગનો પર્દાફાશ કરી ભારતના અલગ-અલગ રાજ્યોમાં થયેલી એક કરોડ રૂપિયાથી વધુની કુલ છ વણશોધાયેલી ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે નેપાળની બે મહિલા આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી સોનાની ડાયમંડ રિંગ, મોબાઇલ ફોન, ભારતીય તથા નેપાળી ચલણ સહિત કુલ રૂ.૧,૮૫,૭૯૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

....................

ચાર માસ જૂની ચોરીની તપાસથી ગેંગ સુધી પહોંચી પોલીસ

ગાંધીધામ : આદિપુરના વોર્ડ-૬/ઝ્રમાં આવેલા પ્લોટ નંબર ૧૯૨ના એક મકાનમાં ઘરકામ કરતી નેપાળી મહિલાએ મકાન માલિકનો વિશ્વાસ કેળવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, મકાન માલિક પરિવાર સાથે બહાર ગયા બાદ મહિલાએ પોતાના સાથીઓને બોલાવી તેમની સાથે મળી ઘરમાં ચોરીને અંજામ આપ્યો હતો. આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં મ્દ્ગજીની કલમ ૩૦૬, ૩૦૫(છ), ૩૩૧(૩) અને ૫૪ હેઠળ ગુનો નોંધાયો હતો.આશરે ચાર માસ જૂના આ ગુનાની તપાસમાં ૈઁં એમ.સી. વાળાની સૂચનાથી ઁજીૈં આર.એમ. ડુવા અને પોલીસ સ્ટાફે હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપરાંત ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટેક્નિકલ ટીમની મદદ લીધી હતી. દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ગુનામાં સંડોવાયેલી મહિલાઓ જેવી નેપાળી મહિલાઓ આદિપુરની અલગ-અલગ સોસાયટીઓમાં ઘરકામ શોધવા ફરી રહી છે. બાતમીના આધારે આદિપુર પોલીસે અલગ-અલગ ટીમો બનાવી બંને મહિલાઓને અન્ય કોઈ ગુનાને અંજામ આપે તે પહેલાં જ ઝડપી પાડી હતી.

..................

પુણે, થાણે અને બેંગલોર સુધી પહોંચ્યો ચોરીનો તાર


ગાંધીધામ : પકડાયેલી મહિલાઓની સઘન પૂછપરછમાં આંતરરાજ્ય ચોરીના અન્ય ગુનાઓનો પણ ખુલાસો થયો હતો. તપાસમાં આદિપુર ઉપરાંત મહારાષ્ટ્રના પુણે શહેરના હિંજવડી, બાવધન અને નિગડી પોલીસ સ્ટેશન વિસ્તાર, થાણે શહેરના કોપરી પોલીસ સ્ટેશન વિસ્તાર તેમજ કર્ણાટકના બેંગલોર શહેરના વ્હાઇટફિલ્ડ સબ ડિવિઝનના અવ્વલહલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગુનાઓ સાથે આરોપીઓની સંડોવણી સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.આ રીતે આદિપુર પોલીસે ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં નોંધાયેલા કુલ છ વણશોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કર્યા છે, જેની કુલ ચોરીની રકમ એક કરોડ રૂપિયાથી વધુ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. 


...............

પહેલા નોકરી, પછી વિશ્વાસ અને ઘર ખાલી થતાં ચોરી

ગાંધીધામ : પોલીસ તપાસમાં ગેંગની ચોક્કસ મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. આરોપીઓ ભારતના વિવિધ શહેરોમાં જઈ પોશ વિસ્તારોમાં સમૃદ્ધ પરિવારોના મકાનો શોધતા હતા. ત્યારબાદ ઘરકામ કે ઘરેલુ નોકર તરીકે નોકરી મેળવી ધીમે-ધીમે મકાન માલિક અને પરિવારનો વિશ્વાસ કેળવતા હતા. નોકરી દરમિયાન પરિવારના સભ્યોની અવરજવર, ઘરમાં રહેલી કિંમતી વસ્તુઓ અને પરિવાર ક્યારે લાંબા સમય માટે બહાર જવાનો છે તેની માહિતી મેળવતા હતા. ઘર ખાલી થતાં જ પોતાના સાથીઓને જાણ કરી બોલાવતા અને પૂર્વ આયોજિત કાવતરા મુજબ ઘરમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના તથા અન્ય કિંમતી સામાનની ચોરી કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ચોરી બાદ આરોપીઓ ફ્લાઇટ અથવા ખાનગી વાહનો મારફતે નેપાળ પરત જતા અને ચોરીનો મુદ્દામાલ ત્યાં વેચી દેતા હતા. તેમાંથી મળેલી રકમ ફરવા, મોજશોખ, ખાણીપીણી અને ફ્લાઇટના ખર્ચમાં વાપરી નાખતા હોવાનું આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું હોવાનું પોલીસે કહ્યું છે.

...............

બે મહિલા ઝડપાઈ, ત્રણ આરોપીઓની શોધ ચાલુ

ગાંધીધામ : આ કેસમાં પોલીસે સલીના ધનબહાદુર શાહી (ઉ.વ.૨૬), રહે. આઠવીસ નગરપાલિકા-૮, દૈલેખ, નેપાળ અને રવીના બિરેન્દ્ર ઉર્ફે વિવેક શાહી (ઉ.વ.૨૮), રહે. આઠવીસ પીપલગોઢ, દૈલેખ, કરનાલી, નેપાળને ઝડપી પાડ્યા છે. જ્યારે ભીમબહાદુર નરબહાદુર શાહી, બિરેન્દ્રબહાદુર ઉર્ફે વિવેક નરબહાદુર શાહી અને ભીમબિર ઉર્ફે પ્રિન્સ બીરા શાહી, તમામ નેપાળના રહેવાસી, પોલીસ પકડથી બહાર હોવાનું જણાવાયું છે અને તેમની શોધખોળ ચાલુ છે.


.................

 રૂ.૧.૮૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે

ગાંધીધામ : સલીના શાહીના કબજામાંથી ૪.૬૮ ગ્રામ વજનની સોનાની ડાયમંડ રિંગ, ઓપ્પો મોબાઇલ, નેપાળી ચલણ અને ભારતીય ચલણ સહિત રૂ.૧,૬૯,૨૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે રવીના શાહીના કબજામાંથી વીવો મોબાઇલ, નેપાળી ચલણ, નેપાળનું સિમકાર્ડ અને ભારતીય ચલણ સહિત રૂ.૧૬,૫૯૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આમ બંને પાસેથી કુલ રૂ.૧,૮૫,૭૯૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર સફળ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના ૈઁં એમ.સી. વાળા, ઁજીૈં આર.એમ. ડુવા, આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગાંધીધામ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગાંધીધામની ટેક્નિકલ ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.


 

Comments

COMMENT / REPLY FROM