Trending News
સ્થાનિક સમાચાર

શ્રદ્ધા સ્કૂલ અને કોલેજના ર૦૦થી વધુ વિદ્યાર્થીઓ તિરંગા યાત્રમાં જોડાયા

13 August



ભુજ - કચ્છઉદય : ૧૫મી ઓગસ્ટના ૮૦માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ માધાપર પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત તિરંગા રેલીમાં શ્રદ્ધા સ્કુલ અને કોલેજના ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
શાળાના આચાર્ય રીટાબેન અધ્યારૂના માર્ગદર્શન હેઠળ આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એમએસવી હાઈસ્કૂલ ખાતે માધાપર પોલીસ સ્ટેશનના પી.આઇ. જાડેજા, માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ કાનજીભાઈ તથા અન્ય રાજકીય હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓની સાથે શાળાના આચાર્ય અને કચ્છ જિલ્લાના સીડબલ્યુસીના ચેરપર્સન રીટાબેન અધ્યારૂએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા માધાપરના મુખ્ય માર્ગો પરથી ફરી અને માધાપર પોલીસ ચોકી એ વિરામ પામી હતી. ત્યાં શાળાના ચેરમેન પ્રિતમભાઈ ઠક્કર, ડાયરેક્ટર મનોજભાઈ ઠક્કર, ટ્રસ્ટીઓ ભારતીબેન, જાગૃતીબેન, પિંકલબેન, ઘનશ્યામભાઈ અને કુણાલભાઈએ બાળકો અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. રેલીના આયોજન માટે શાળાના સમગ્ર સ્ટાફનો સહયોગ મળ્યો હતો. 
------

Comments

COMMENT / REPLY FROM