Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉના દુધઈ નજીક ૨.૫ ની તીવ્રતાનું કેન્દ્રબિંદુ નોંધાયું

13 August



ભુજ - કચ્છઉદય : પૂર્વ કચ્છના સંવેદનશીલ ભૌગોલિક વિસ્તારમાં ફરી એકવાર ધરા ધ્રૂજતા સ્થાનિકોમાં ક્ષણિક ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું. ગુરુવારે સાંજે બરાબર ૫ઃ૫૯ કલાકે પૂર્વ કચ્છના સીમાવર્તી પટ્ટામાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચદ્વારા પ્રાપ્ત થયેલી સત્તાવાર વિગતો અનુસાર, આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૫ મેગ્નિટ્યુડ અંકિત કરવામાં આવી હતી.
સિસ્મોલોજીકલ સેન્ટરના પૃથ્થકરણ મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ તાલુકાના દુધઈ ગામથી ૧૮ કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વ દિશામાં જમીનની અંદર ૧૫ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે વિસ્તારમાં કોઈ પણ પ્રકારની જાનમાલની કે ભૌતિક નુકસાનીના અહેવાલો પ્રાપ્ત થયા નથી.
---------

Comments

COMMENT / REPLY FROM