તેરા તુજકો અર્પણ દ્વારા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંગેનો બે દિવસીય માર્ગદર્શક કેમ્પ યોજાયો
ભુજ - કચ્છઉદય : તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ દ્વારા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના બે દિવસીય મેઘા કેમ્પનું આયોજન કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી અને તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છના અધ્યક્ષ હિતેશભાઈ ખંડોર દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં ૧૧૦ થી વધુ લાભાર્થી લાભ લીધો હતો.
આ કેમ્પ દ્વારા લાભાર્થીને એક જ જગ્યાએથી અને ખુબ સરળ રીતે વિવિધ યોજનાના કાર્ડ તેમજ ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લાભાર્થીને સંતોષકારક સેવા આપવામાં આવી હતી. કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી અને સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ ખંડોર જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ભુજ વિકસિત ભારત જનસેવાલે શરૂ કરવામાં આવેલ છે, જેમાં કાયમી ધોરણે આ યોજનાનો માર્ગદર્શન તથા ફોર્મ ભરી આપવામાં આવશે.
વિવિધ યોજના નામ આયુષ્યમાન ભારત કાર્ડ, ઇશ્રમકાર્ડ, આવકનો દાખલો, રાશનકાર્ડ, સીનીયર સીટીઝન કાર્ડ, વાલી દીકરી યોજના, ખેડૂત ફાર્મર રજીસ્ટર આઇડી, આધાર કાર્ડમાં એડ્રેસ સુધારો, રાશનકાર્ડ ઈ- કેવાયસી, કુુંવરબાઈનું મામેરૂ યોજનાના ફોર્મ ઓનલાઈન તેમજ ઓફલાઈન અને તેમના કાર્ડ તદ્દન નિશુલ્ક ફોર્મ ભરી આપવામાં આવશે સોમવારથી ગુરૂવાર અને શનિવારે દરરોજ સવારે ૧૦ થી ૧૨ તેમજ સાંજે ૪ થી ૬ હોસ્પિટલ રોડ, ભુજ વાઇબલ હોસ્પિટલની સામે કાયમી ધોરણે સેવા ચાલુ રહેશે તેમજ દર શુક્રવારે કેમ્પનું આયોજન માધાપર બસ સ્ટેશનની સામે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કાર્યાલય ખાતે કરાશે.
-----

Comments