Trending News
સ્થાનિક સમાચાર

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર દ્વારા ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો

13 August



અંજાર - કચ્છઉદય : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ શાળા નં. ૩ અંજાર ખાતે  યોજાયો હતો. 
અંજાર ખાતે યોજાયેલ કાર્યક્રમ માં સૌપ્રથમ પ્રાર્થના અને ત્યારબાદ દીપ પ્રાગટય કરી ગુરુ વંદન કરવામાં આવ્યું હતું. મુખ્ય વકતા જખરાભાઈ કેરાસિયા દ્વારા મૂલ્યો અને ગુરુ તરીકેનું આપણું સાચું કર્તવ્ય ઉપર ભાર મૂકી ગુરુ શિષ્ય પરંપરાને વર્ણવી વર્તમાન સમયમા રાષ્ટ્રના પડકારો અને તેમાં શિક્ષકની ભુમિકાની સમજ આપી હતી.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા મંત્રી મયુરભાઈ પટેલએ સંગઠન ગતિવિધિ અને સંગઠન દ્વારા જે પ્રયાસો થઈ રહ્યાં છે તેનાથી માહિતગાર કરી સંગઠન વિસ્તાર કરવા આહવાન કર્યું હતું. આ તકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના તેમજ અંજાર તાલુકા અને નગરના હોદેદારો સહિત શિક્ષક મિત્રો હાજર રહ્યાં હતા. તેવું કચ્છ જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ શ્રી તરુણકુમાર શાહની યાદીમાં જાણવા મળેલ છે. 
------

Comments

COMMENT / REPLY FROM