થરાદમાં ઝડપાયેલો રૂ.૧.૨૦ કરોડનો દારૂ કચ્છ તરફ આવતો હતો ? રિસીવર સુધી પહોંચવા SMC ની તપાસ
બુઢણપરા ટોલ પ્લાઝા નજીક ટ્રકમાંથી ૩૧,૮૩૬ વિદેશી દારૂની બોટલો ઝડપાઈ; કુલ રૂ.૧.૩૨ કરોડનો મુદ્દામાલ કબજે, સપ્લાયર સહિત ૪ આરોપી વોન્ટેડ
ગાંધીનગર : સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે થરાદ-સાંચોર રોડ પર બુઢણપરા ટોલ પ્લાઝા નજીક પ્રોહિબિશનની મોટી કાર્યવાહી કરી છે. SMC ની રેડ દરમિયાન ટ્રકમાંથી ૩૧,૮૩૬ વિદેશી દારૂની બોટલો, જેની કિંમત અંદાજે રૂ.૧,૨૦,૪૭,૨૮૦, ઝડપી પાડવામાં આવી હતી.કાર્યવાહી દરમિયાન રૂ.૧૦ લાખનો ટ્રક, રૂ.૫ હજારનો મોબાઇલ, ૯,૮૪૦ મેડિકલ બોટલો કિંમત રૂ.૧,૪૭,૬૦૦ તથા અન્ય સામાન મળી કુલ રૂ.૧,૩૨,૦૦,૬૮૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ કેસમાં ટ્રક નં. ડ્ઢડ્ઢ૦૧ન્૯૪૭૭નો ડ્રાઇવર, દારૂનો સપ્લાયર હરીશ સોનારામ કુકાણા રહે. સોડિયાર, જિ. બાડમેર, ટ્રકનો માલિક તેમજ દારૂનો અજાણ્યો રિસીવર અને તપાસમાં ખુલતા અન્ય આરોપીઓને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા છે.સમગ્ર કાર્યવાહી જીસ્ઝ્ર ગાંધીનગરના ૈઁં પી.બી. જેબલિયાની આગેવાનીમાં કરવામાં આવી છે. થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી આ મોટી કાર્યવાહી બાદ દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા તત્વોમાં હડકંપ મચ્યો છે.

Comments